મહેસાણા પાસેના જાલીસના માં ૩૦૦ કરોડ ના મૂડીરોકાણ થી લોજિસ્ટિક પાર્ક બનશે.

Latest News

ઔધોગિક એકમ ઈએમઆર ઇન્ડિયા ઉત્તર ગુજરાત ના ઉભરતા ઔધોગિક કેન્દ્ર જાલીસણા માં ૩૬.૫ એકર જમીન માં ઔધોગિક તેમજ લોજિસ્ટિક પાર્ક બનાવી રહી છે. આ કંપનીએ અંદાજે ૩૦૦ કરોડ નું મૂડીરોકાણ કરવાનો નિર્ણય લીધો છે. કંપની એકઝીક્યુટીવ કહ્યું હતું કે આ પાર્ક દિલ્હી – મુંબઈ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર પર બની થયો છે. એટલું જ નહીં તે કંડલા , મુન્દ્રા , આઈસીડી ખોડિયાર અને થાર ડરાઇ પોર્ટ થી જોડાયેલો હશે. નેશનલ હાઈવે ૭ પર વિરમગામ – બેચરાજી રાજમાર્ગ પર સ્થિત આ પાર્ક એન્જીનીઅરીંગ , ઇલેક્ટ્રોનિક્સ, એનર્જી નિર્માણ , મશીનરી ઑટોમોબાઇલ, અને ઈ- કૉમર્સ જેવા ક્ષેત્રો માટે ની જરૂરિયાત પૂર્ણ કરશે.


આ કંપની પાસે ગુજરાતના આ ઔદ્યોગિક અને લોજિસ્ટીક પાર્કમાં ૪૦ હજાર ચોરસફૂટ થી ૫ લાખ ચોરસફુટ સુધીની એ-ગ્રેડની સ્પેસ ઉપલબ્ધ હશે. આ કંપનીના જાપાન, સાઉથ કોરિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને વેયતનામ જેવા દેશોમાં પણ ઔદ્યોગિક પાર્કના પ્રોજેક્ટ છે. કંપની ભારતમાં મુંબઇ, પૂના, દિલ્હી, ચેન્નાઇ, બેંગલુરૂ અને અન્ય શહેરોમાં સ્ટેટેજીક લોકેશન ધરાવે છે.


બેચરાજી પાસે વિઠ્ઠલાપુરમાં ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરીંગ કલસ્ટર પાસે આ લોજિસ્ટિક પાર્ક બની રહ્યો છે. આ વિસ્તાર મારૂતી ઉપરાંત સુઝુકી, હોન્ડા કાર, હોન્ડા મોટરસાઇકલ, સ્કૂટર અને ટોયોટો કંપીઓના ઉત્પાદન પ્રોજેક્ટથી ધમધમી રહ્યો છે. ઇએસઆર કંપની જાલીસણામાં પાર્કનો આ પ્રોજેક્ટ નાંખી રહી છે તેથી આ વિસ્તારમાં સ્થાનિક રોજગારીની તકોમાં પણ વધારો થવાની સંભાવના છે. આ કંપની એસિયા પેસેફિક માર્કેટમાં ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટીક રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ વિકસાવી રહી છે. આ કંપનીએ ગુજરાત ઉપરાંત તામિલનાડુમાં આયોજીત ઇન્વેસ્ટમેન્ટ કોન્ક્લેવમાં ઔદ્યોગિક પાર્ક વિકસિત કરવાની યોજના પણ બનાવી છે. કંપનીએ તામિલનાડુ સરકાર સાથે ૫૫૦ કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટેના સમજૂતી કરાર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *