દેશના પ્રશાસન સેવા માં જવાની સૌ કોઈનું સપનું હોય છે, તેમાંના અમુક લોકો પોતાનું સપનું પૂરું કરતા હોય છે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે કે તેમનું સપનું સાકાર થયા પછી પણ ઉભા રહેવાનું નામ લેતા નથી. તેમને દેશ અને સમાજ માટે એવા કામ કરતા હોય છે કે તેઓ એક મિશાલ બની જતા હોય છે. તેમનું ઉદ્દેશ કોઈ મોટું પદ મેરવવાનો નહીં પરંતુ દેશની સેવા કરવાનો હોય છે.
તેવાજ એક અધિકારીનું નામ હરિ ચાંદના દસારી. તેઓ એવા અધિકારીમાંથી છે કે લાઈમલાઈટથી દૂર ભારતની એક મોટી સમસ્યાને દૂર કરવાના દિશામાં કામ કરી રહ્યા છે. હરિ ચાંદના દસારીએ આ પદ સુધી પહોંચવા માટે વિદેશમાં સન્માનવારી નોકરી છોડીને સિવિલ સર્વિસ પાસ કર્યું. જયારે લોકો વિદેશ જવા માટે ઉત્સાહિત હોય છે ત્યારે હરિ ચંદનાએ ખુબ મહેનત કરીને યુપીએસસી ની પરીક્ષા પાસ કરીને આઈએએસ અધિકારી બન્યા.
હરિ ચાંદના દસારી હાલમાં ભારત સરકારના વહીવટી વિભાગમાં કામ કરી રહ્યા છે. તેમના પિતા પણ વહીવટી વિભાગમાં જ છે અને તેમની માતા ગૃહિણી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ તેમને હૈદરાબાદ માં કર્યો. પછી તેમને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માં એન્વાયરમેન્ટ ઇકોનોમિક્સ માં અભ્યાસ કર્યો. તેમને તેમની હોશિયારીના કારણે વર્લ્ડ બેંકમાં પણ નોકરી કરી. પરંતુ તેમને તેમના પિતા બાળપણથી વહીવટી વિભાગમાં કામ કરતા જોયા હતા. જેથી તેમને ૨૦૧૦માં બીજા પ્રયત્ને યુપીએસસી પરીક્ષા પાસ કરી.
તેમને આઈએએસ બન્યા પછી ઘણા યાદગાર કામ કર્યા. તેમને દેશની ગંદગી સાફ કરવાની દિશામાં કામ કર્યું. પાણી અને કોલ્ડડ્રિક્સની બોટલ પર રિસર્ચ કર્યું. પછી તેમને એ બોટલોને ઉપયોગ વેસ્ટ મેનેજમેન્ટ તરીકે કર્યો. ગ્રીન રેવોલ્યૂશન દ્વારા પ્લાસ્ટિકની બોટલમાં છોડ ઉગાડ્યા. તેમને હૈદરાબાદના રસ્તાઓ પર અને બગીચાઓમાં કચરાની બોટલથી સજાવી દીધા. આ કાર્યના કારણે તેમની ખુબ વાહવાહી થઇ રહી છે.