અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદ થયો છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે
અને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક ભાગોમાં પવનની ઝડપ 40 સાથે વાવાઝોડાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 13 અને 14 સપ્ટેમ્બર સુધી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝાપટા પડવાની સંભાવના છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો, વલસાડ, સુરત, નવસારી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ગીર, સોમનાથ વગેરે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ, આવતીકાલે એટલે કે 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે આંધી અને વીજળીના ચમકારા રહેશે. .હાલમાં રાજ્યના કુલ 168 તાલુકાઓમાં રવિવારે બપોરે 12 વાગ્યા સુધી મેઘરાજાએ ફરી એકવાર બેટિંગ શરૂ કરી છે.
વરસાદ પડ્યો હતો અને તેની સાથે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. 24 કલાકમાં 12 સેમીનો વધારો થયો છે અને હવે નર્મદા ડેમની સપાટી 137.60 મીટરે પહોંચી છે અને નર્મદા ડેમના બે દરવાજા ખોલીને નદીમાં 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.આજે સરદાર સરોવર ડેમની સપાટી 137.60 મીટરે પહોંચી છે.