આ આઈડીયા અપનાવી તમે દર મહિને હજારો રૂપિયાનું પેટ્રોલ બચાવી શકો છો, તો મિત્રો આજે પેટ્રોલ ડીઝલના ભાવ ખુબ વધી ગયા છે.પેટ્રોલ ડીઝલના ભાવમાં દિવસે દિવસે વધારો થતો જાય છે.તેથી પેટ્રોલ ડીઝલની બને ત્યાં સુધી બચત કરવી ખુબ જરૂરી છે.પેટ્રોલ આપણે જેમ બને તેમ વધારે બચત કરવાની ટેવ પાડવી જોઈએ.

TIPS

તો મિત્રો આજે પેટ્રોલ ડીઝલના ભાવ ખુબ વધી ગયા છે.પેટ્રોલ ડીઝલના ભાવમાં દિવસે દિવસે વધારો થતો જાય છે.તેથી પેટ્રોલ ડીઝલની બને ત્યાં સુધી બચત કરવી ખુબ જરૂરી છે.પેટ્રોલ આપણે જેમ બને તેમ વધારે બચત કરવાની ટેવ પાડવી જોઈએ.જરૂર જણાય તોજ બાઈક વાપરવું જોઈએ તેની જગ્યાએ તમે સાઇકલનો ઉપયોગ પણ કરી શકો છો.નાની નાની ટિપ્સ અપનાવીને તમે દર મહિને તમારા ખિસ્સામાં હજારો રૂપિયા બચાવી શકો છો .આજે હું તમને પેટ્રોલ બચવાના કેટલાક આડીયા બતાવીશ જેનો ઉપયોગ કરવાથી તમે તમારા પૈસા બચાવી શકો છો.

જો તમારી બાઈક ઘણા સમયથી એવરેજ ન આપતી હોય અને તેને ચલાવા માટે દર મહિને હજારો રૂપિયાનું પેટ્રોલ વપરાતું હોય તેના માટે ગભરાવાની જરૂર નથી.ઘણા બધા એવા કારણ હોય જેનાથી બાઈક એવરેજ આપવાનું બંધ કરી દેતી હોય છે.બાઈકની એવરેજને ખુબ આસાનીથી વધારી શકાય છે.

બાઈકની અંદર એક એર ફિલ્ટર આવતું હોય છે.જે એન્જીનમાં જતી હવા સાફ કરવાનું કામ કરે છે.એર ફિલ્ટર એન્જીનમાં ધૂળ કે માટીના રજકણો જવા દેતું નથી.જો બાઈકનું એરફિલ્ટર બગડેલું હોય તો બાઇકના એન્જીને શુદ્ધ હવા મરતી નથી તેથી બાઈક એવરેજ ઓછો આપી શકે છે.બાઇકના એવરેજ વધારવા માટે એર ફિલ્ટરનું યોગ્ય રીતે કામ કરવું ખુબ જરૂરી છે.

ઘણી વખત બાઇકના એન્જીનમાં ધૂળ માટીના રજકણો આવી જતા હોય છે.જેથી બાઇકના એન્જીને કામ કરવામાં ખુબ તકલીફ પડતી હોય છે.જો બાઇકના અંદર આવતું ઓઈલ ફિલ્ટર ને સાફ હોય તો એન્જીનમાં જતી ગંદકી અટકાવી શકાય છે.આ ફિલ્ટરને અમુક સમયના અંતરે બદલતા રહેવા જોયે.જો તમારા બાઈકનું ઓઈલ ફિલ્ટર યોગ્ય રીતે કામ કરતું હશે તો બાઈક સારી એવરેજ આપશે

ઘણા લોકો ટ્રાફિક સિગન્લ ઉપર પોતાનું બાઈક ચાલુ રાખી ટ્રાફિક સિગન્લ ચાલુ થવાની રાહ જોતા હોય છે.બાઇકને ટ્રેફિક સિગન્લ ઉપર બાઈક બંધ કરીને તમે પેટ્રોલ બચાવી શકો છો.આવી નાની વાતોનું ધ્યાન રાખીને તમારા ખિસ્સામાં પૈસા વધારી શકો છો.

ઘણા સ્પોર્ટ્સ બાઇકના ટાયરની જાડાઈ ખુબ વધારે હોય છે.તેના લીધે બાઇકના એન્જીને લોડ વધારે પડતો હોય છે.તેના લીધે બાઈક ખુબ વધારે પેટ્રોલ એન્જીનમાં વપરાતું હોય છે.બને ત્યાં સુધી કંપની ફિટેડ ટાયર વાપરવું જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *