રાતના સમયે એક ગર્ભવતી મહિલા હોસ્પિટલ માં જાય છે તેનો ડીલેવરી નો સમય થઈ ગયો હતો એટલે તેને ખૂબ જ દર્દ થતો હતો એ સમયે મહિલા એકલી જ હતી તેની સાથે કોઈ ન હતું ડોક્ટરે તેને ડિલિવરી માટે તરત જ લઈ લીધી અને તેને એક દીકરીને જન્મ આપ્યો.
રાત્રે તે કઈ પણ બતાવી શકે તેવી હાલતમાં ન હતી એટલે ડોક્ટરે વિચારયુૅ કે સવારે તેને શાંતિથી બધું પૂછી અને પછી તેને રજા આપી દઈશું. પરંતુ સવારે જોયું તો એક દિવસની બાળકી ત્યાં હતી પરંતુ તેની મા તેને છોડીને જતી રહી હોય છે.
ડોક્ટરે તે જ સમયે પોલીસને બોલાવી પોલીસે કહ્યું કે છોકરીને રજા આપો એટલે તેને અનાથઆલય માં મૂકી દઈશું પરંતુ હોસ્પિટલ મા સીમા નામની નર્સને લગ્નના ચાર-પાંચ વર્ષ થઇ ગયા હતા પરંતુ સંતાન પ્રાપ્ત થયું ન હતું એટલે તેને ગોદ લેવાનો નિર્ણય લીધો તેને બધી જ કાનૂની કાર્યવાહી કરીને દીકરીને ગોદ લઈ લીધી. અને તેનું નામ શ્વેતા પાડ્યું.
સીમાએ તેનું ખૂબ જ સારી રીતે પાલન પોષણ કર્યું શ્વેતાને ડાન્સ કરવો ખૂબ જ ગમતો હતો તેથી તેને ડાન્સ ક્લાસીસ માં મૂકી નાની ઉંમરમાં જ શ્વેતાએ ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત થયા હતા અને તે અઢાર વર્ષની થઈ ત્યારે તેના માતા-પિતાના સહકારથી તેને ડાન્સ ક્લાસ ચાલુ કર્યો.
બધું જ સારી રીતે ચાલી રહ્યું હતું અને અચાનક એક દિવસ શ્વેતાને મૂકીને ચાલી ગઇ હતી તે તેની મા હોસ્પિટલમાં આવે છે સીમા તેને જોતાની સાથે જ ઓળખી જાય છે અને તરત જ પોલીસને બોલાવી લે છે પોલીસે મહિલાને પૂછપરછ કરી ત્યારે મહિલાએ કહ્યું કે એના પહેલા મારી ત્રણ છોકરીઓ હતી અને હું જ્યારે ચોથી વાર ગર્ભવતી હતી ત્યારે મારા ઘરવાળા લોકોએ ડોક્ટર જોડે ચેક કરી જાણી લીધું હતું કે ચોથી પણ છોકરી છે.
તેમને કહ્યું કે ચોથી વાર છોકરી થશે તો અમે તેને ઠેકાણે લગાવી દેશું એટલા માટે મને જ્યારે દુખાવો ચાલુ થયો ત્યારે હું એકલી હોસ્પિટલ માં આવી ગઈ મને ખબર હતી કે હું અેને ઘરે લઈ જઈશ તો એ લોકો મારી દીકરીને મારી નાખશે હું આને અહીં મૂકીને જઈશ તો કોઈકના કોઈ અહી ડોક્ટર ની સામે તેને ગોદ લઈ લેશે.
સીમા એ કહ્યું કે તારી દીકરી 20 વર્ષથી મારી સાથે છે સીમાએ ફોન કરીને શ્વેતાને ત્યાં બોલાવી અને બધી હકીકત બતાવી પરંતુ શ્વેતાએ સીમા જોડે રહેવું પસંદ કરયુૅ.