શ્રાવણ માસમાં દરેક હિન્દૂ અને શિવ ભક્તોએ શિવજીની પૂજા અર્ચના કરી હશે. મહાદેવના મંદિરે જઈને દર્શનનો પણ લાભ લીધો હશે. ઘણા લોકો તેમની વિશેષ પૂજા અર્ચના પણ કરી હશે. તમે જેટલા શિવ મંદિરમાં ગયા હસો તેટલા મંદિરોમાં નંદિની પ્રતિમા જોયી હશે. જાણો કેમ દરેક શિવ મંદિરમાં નંદિની પ્રતિમા રાખવામાં આવે છે.
પુરા વિશ્વમાં નંદીને ભગવાન મહાદેવનું સૌથી પ્રિય ભક્ત માનવામાં આવે છે અને નંદી ભગવાન ભોલેનાથનું વાહન માનવામાં આવે છે. તે સિવાય નંદીને ભગવાન શિવના દ્વારપાલ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શિવ પ્રત્યે તેમના આદરને પહોંચવા માટે નંદીને પ્રસન્ન કરવું જરૂરી માનવામાં આવે છે.
નંદીને બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અસુરો અને દેવતાઓ વચ્ચે સમુદ્ર મંથનમાં શિવજીએ બધું ઝેર પી લીધું હતું. જગતને બચાવવા માટે તેઓએ આ ઝેર પીધું હતું. તે સમયે ઝેર પીતી વખતે ઝેરના અમુક ટીપાં જમીન પર પડ્યા હતા, જેને નંદીએ પોતાની જીભ વડે સાફ કાર્ય હતા. નંદીનું આ કાર્ય જોઈને શિવ પ્રસન્ન થયા અને નંદીને તેમના મહાન અને પ્રિય ભક્તનું બિરુદ આપ્યું.
મહાદેવે નંદીના આ કાર્ય જોઇને તેમને નંદીને તેમનું સૌથી પ્રિય ભક્ત ગણ્યું હતું. તમને મહાદેવ પ્રત્યે શ્રદ્ધા હોય તો લાઈક કરજો અને બીજા શિવ ભક્તોને મોકલજો .