મંદિરની અંદર શ્રદ્ધાળુઓને ગુસ્સો આવે છે, ભક્તોની પરીક્ષા લે છે, ભોળાનાથનો સ્પર્શ કરતાં જ લોકો ભૂલી જાય છે માનતા……જુઓ શું છે આ બધું

Astrology

આજથી શિવને અતિ પ્રિય પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ એક મહિના દરમિયાન દરેક શિવ મંદિરમાં અને ખાસ કરીને બારેય જ્યોતિર્લિંગમાં ભક્તોની ભીડ જોવા મળે છે. આ બાર જ્યોતિર્લિંગમાંથી એક પવિત્ર બૈદ્યનાથ શિવલિંગ ઝારખંડના દેવઘરમાં સ્થિત છે. પવિત્ર તીર્થસ્થાન હોવાને લીધે લોકો તેને બૈદ્યનાથ ધામ પણ કહે છે. જ્યાં મંદિર સ્થિત છે તે સ્થાને દેવઘર અર્થાત્ દેવતાઓનું ઘર કહે છે. બાબા બૈધનાથ ધામના અનેક મોટા રહસ્ય છે.

આ રહસ્ય એટલાં ઊંડા છે કે આજ સુધી તેની જાણ થઈ શકી નથી. ભક્તો પોતાના ઘરેથી મંદિર માટે રવાના થતી સમયે મનમાં કોઈ ઇચ્છા કે માનતા લઈને આવે છે. શિવલિંગનો સ્પર્શ કરતાં જ તેઓ પોતાની માનતા ભૂલી જાય છે. મંદિરની અંદર ગુસ્સો અને કોઈપણ વાત વિના ધૂંધવાટ રહે છે. બાબા બૈદ્યનાથ સ્વયં ભક્તોની પરીક્ષા લે છે. જે તેમાં પાસ થઈ જાય છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ બાબાના દરબારમાં આ મોટા રહસ્યનું કારણ શું છે.

બાબાનો સ્પર્શ કરીને માનતા માગવાની પ્રથા
દ્વાદશ જ્યોતિર્લિંગમાં બાબા બૈદ્યનાથ જ્યોતિર્લિંગ એવું છે, જ્યાં માતા સતીના હૃદયમાં બાબા બિરાજમાન છે. માતાના હૃદય ઉપર બાબાના બિરાજમાન હોવાથી આ જ્યોતિર્લિંગને હૃદયપીઠ કહેવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ મનોકામના લિંગ તરીકે પ્રખ્યાત છે.

પુરાણોમાં ઉલ્લેખ છે કે માતા સતીનું હૃદય દેવઘરમાં જ પડ્યું હતું, રાવણ જ્યારે શિવલિંગ લઇને લંકા જઈ રહ્યો હતો ત્યારે દેવતાઓની ચાલથી તેને શિવલિંગ તે સ્થાને જ રાખવું પડ્યું જ્યાં માતાનું હૃદય પડ્યું હતું. પછી રાવણે શિવલિંગને ઉપાડવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ તેને ઉપાડી શક્યો નહીં. રાવણ દેવતાઓની આ યુક્તિથી ખૂબ જ ગુસ્સે થયો અને શિવલિંગને પાતાળમાં પહોંચાડવાના ઉદેશ્ય સાથે હાથના અંગૂઠાથી દબાવી દીધું.

આ કારણે શિવલિંગ ઘરતીથી સપાટીથી થોડું અંદર જતું રહ્યું છે. રાવણ પછી દેવતાઓએ પણ શિવલિંગની ઉપાસના કરી, ત્યાર બાદ ભગવાન શિવજીએ વરદાન આપ્યું હતું કે તેમની પૂજા કરનાર લોકોની દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. તે પછી બાબા ધામ મનોકામના જ્યોતિર્લિંગથી પ્રખ્યાત થઈ ગયું. માન્યતા છે કે ગર્ભ ગૃહમાં બાબાને સ્પર્શ કરી માનતા માગનાર લોકોની મનોકામનાઓ દરેક પરિસ્થિતિમાં પૂર્ણ થાય છે.

મંદિરમાં ધ્યાન ભટકે તો ભક્તો માનતા ભૂલી જાય છે
પંડા ધર્મરક્ષિણી સભાના ઉપાધ્યક્ષ મનોજ કુમાર મિશ્રા જણાવે છે કે બાબાના દરબારમાં આવીને માગવામાં આવતી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. મોડું થઈ શકે છે, પરંતુ માનતા ચોક્કસ પૂર્ણ થાય છે. બાબાના રહસ્યને લઇને મનોજ કુમાર મિશ્રા જણાવે છે કે બાબા લોકોની પરીક્ષા પણ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *