ભારતમાં ઘણી બધી ચમત્કારીક જગ્યાઓ આવેલી છે.આ બધી ચમત્કારી જગ્યા ઉપર રોજ અવનવા ચમત્કાર જોવા મળતા હોય છે.આજે હું તમને એક એવા મંદિર વિશે જણાવીશં જ્યાં ખપ્પર જોવાથી મનુષ્ય આંધળો થઈ જાય છે.આ સાંભળી તમને વિશ્વાસ નહીં થાય પણ આ એક સાચી હકીકત છે.
રાજસ્થાન રાજ્યના ઉદયપુર શહેર માં કાલી માતાનું એક અદભુત મંદિર આવેલું છે.આ મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે કેટલાક ખાસ નિયમ બનાવવામાં આવ્યા છે.આ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે નહિતર તેની વિપરીત અસર ભક્તો ઉપર પડે છે.
ઉદયપુર શહેરની લહૌર ઘાટીમાં પ્રસિદ્ધ મૃકુલા દેવીનું મંદિર આવેલું છે.આ મંદિરમાં દર્શન કરનાર આવનાર તમામ ભક્તોને મંદિરના નીતિનિયમો બતાવવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે મહિષાસુર રાક્ષસનો વધ કર્યા પછી માતાજી અહીં આવ્યા હતા લોહીથી લથબથ ખપ્પર સાથે માતાજી અહીં આવ્યા હતા.ત્યારબાદ અહીં માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું તે ખપ્પર આજે પણ મંદિરમાં હાજર છે. પણ તેને જોવાની ભક્તોને સખ્ત મનાઇ કરવામાં આવી છે.
માતાજીનું ખપ્પર આજે પણ મંદિરમાં રાખવામાં આવ્યું છે.ખપ્પરને માતાજીની મુખ્ય મૂર્તિની પાછળ રાખવામાં આવ્યું છે.પણ ખપ્પરને કોઈ ભક્ત જોઈ શકતું નથી જો કોઈ ભક્ત ખપ્પરને જોવાનો પ્રયત્ન કરે તો પોતાની દ્રષ્ટિ ગુમાવી બેસે છે.
મંદિરમાં પ્રવેશ મેળવતાની સાથે શ્રદ્ધાળુઓને મંદિરના કેટલાક રાજ પણ બતાવવામાં આવે છે. માતાજીની પૂજા-અર્ચના કર્યા પછી ભૂલથી પણ ચલો ચલતે હૈ એવા શબ્દો બોલવાની સખ્ત મનાઇ કરવામાં આવી છે.એવું માનવામાં આવે છે કે આ શબ્દો મંદિરના પટાંગણમાં બોલવાથી પરિવાર ઉપર ખૂબ મોટી ભયંકર મુશ્કેલીઓ આવે છે.આવા શબ્દો બોલવાથી મંદિરના દ્વાર ઉપર ઉભેલા દ્વારપાલ પણ તમારી સાથે આવે છે.