મહાશિવરાત્રીના દિવસે ઘરની આ દિશામાં વાવો બિલીપત્રનો છોડ ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

TIPS

આ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી મનુષ્યને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે એવું કહેવામાં આવે છે કે મહાશિવરાત્રીની પૂજા કરવાથી ઘરમાં લાગેલા વાસ્તુદોષ દૂર થાય છે

આ વર્ષે 1 માર્ચ 2022 ગુરુવારના દિવસે મહાશિવરાત્રી પર્વ મનાવવામાં આવશે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે સૃષ્ટિનો પ્રારંભ થયો હતો ઘણી માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા

મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શિવલિંગ ઉપર જળનો અભિષેક કરવો જોઈએ અભિષેક કર્યા પછી જલધરીનું જળ ઘરે લાવીને તે જળનો આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં આવેલી નકારાત્મક શક્તિનો નાશ થાય છે

જો તમારા ઘરમાં રોજ ઝઘડા થતા હોય કે અન્ય સમસ્યાઓથી પરેશાન રહેતા હોય તો મહાશિવરાત્રીના દિવસે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રુદ્ર અભિષેક કરવો જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે

જો ઘરમાં વાસ્તુ દોષ હોય અને તે વાસ્તુદોષથી તમે છુટકારો મેળવવા માંગતા હોય મહાશિવરાત્રીના દિવસે વિધિ-વિધાન દ્વારા ઘરની ઉત્તર પૂર્વ દિશામાં મહાશિવરાત્રીના દિવસે બિલીપત્રનો છોડ વાવીને તેને જળ આપવું જોઈએ મહાશિવરાત્રીના દિવસે તે બીલીપત્ર છોડની બાજુમાં ધી નો દીપક પ્રગટાવવો જોઈએ

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવાથી આખું વર્ષ દરમિયાન તમારા ઘરે ધન સંપત્તિ આવતી રહે છે શિવલિંગ ઉપર તમે મધ કે હળદરનો પણ અભિષેક કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *