આજે દેશ ભરમા ગણેશ ચતુર્થી ધામ ધૂમ થી ઉજવામાં આવે છે ગણેશજી ની સ્થાપના કરવામાં આવે છે તેમની પૂજા કરવામાં આવે છે અને તેમનું વિસર્જન કરવામાં આવે છે ગણપતિ દાદા વિઘ્ન હર્તા પણ કહેવામાં આવે છે તેમના પિતા ભગવાન શંકર અને માતા પાર્વતી છે ગણેશ ચતુર્થી દરમિયાન લોકો ભગવાન ગણેશના મંદિર માં જતા હોય છે આજે હું તમને એક એવા મંદિર વિષે બતાવીશ જે 600000 સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે
.અમદાવાદ નજીક આવેલું ભગવાન ગણેશનું મંદિર ખુબ પ્રખ્યાત છે જ્યાં એક વાર દર્શન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ મંદિરનો આકાર ગણપતિ દાદા જેવો છે મુંબઈમાં આવેલું જગ વિખ્યાત મંદિર સિદ્વિ વિનાયક મંદિર માંથી જ્યોત લાવીને આ મંદિરમાં જ્યોત સ્થાપિત કરવામાં આવી છે તેટલા માટે આ મંદિરને સિદ્વિ વિનાયક મંદિર તરીકે પણ ઓરખવામાં આવે છે આ વિશાળ મંદિર પોતાના આ અદભુત આકાર માટે ખુબ ખ્યાતનામ છે આ મંદિરની મુલાકાત એક વખત અવશ્ય લેવી જોઈએ
અમદાવાદ નજીક મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે ગણેશજીનું આ વિશાળ મંદિર આવેલું છે આ મંદિર ની ઊંચાઈ 73 ફૂટ છે ભારતનું સૌથી મોટું મંદિર છે જ્યાં હજોરીની સંખ્યામાં ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન ગણેશ આગળ પ્રાર્થના કરતા હોય છે મંદિરમાં મંગરવાર ના દિવસે ભક્તોનું ઘોડાપુર હોય છે
શહેર થી 25 કિલોમીટર દૂર આ મંદિર નું ભુમીપુજન સાલ 2011 કરવામાં આવ્યું હતું આ મંદિર આશરે 14 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું આ મંદિરમાં સિમેન્ટ કે લોખંડ વાપરવામાં આવ્યું નથી ફક્ત જમીનમાં એક શીલા નું ફાઉન્ડેશન છે આ મંદિરને પાંચ માળ છે તેમાં વિવિધ સુવિધાઓ પણ છે જેમકે ભક્તો માટે ભજન કીર્તન માટે પણ સુવિધા કરવામાં આવી છે