મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોઢેરા ના ગાભુ ગામેથી 2,30,400 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

trending

ગુજરાતની અસ્મિતા મહેસાણા

તસ્વીર અજયસિંહ જાદવ

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમી આધારે રેડ કરી મોઢેરા ના ગાભુ ગામેથી વિદેશી દારૂની બોટલ નંગ-1536 કિં.રૂ.2.30.400 તથા ઇકો ગાડી કિં.રૂ5,00,000 કુલ મળીને કિં.રૂ.7,30,400 નો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે મુદામાલ કબજે કરી ફરાર થયેલ શખ્સ વિરૂધ્ધ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લા વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ આદેશથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફ ટીમ ને બાતમી મળી હતી કે, ગ્રે કલરની ફોડ કંપનીની ઇકો સ્પોર્ટસ ગાડી નંબર- જીજે.27.એએ.0493 ની કરણ મહેન્દ્ર પટેલ રહે, સાબરમતી છારાનગર સાબરમતી પોલીસ સ્ટેશનની સામે અમદાવાદ વાળો રાજસ્થાન થી મહેસાણા તરફ જનાર છે. જે ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થા બહારથી ભરેલ છે. જે ઇકો સ્પોર્ટસ ગાડી ચાણસ્મા થઇ ગાંભુ થઇ અમદાવાદ જવાની છે. જે બાતમી આધારે ગાંભુ નજીક રસ્તા ઉપર બાવળના જાડીઓ ની આડમાં સરકારી તથા ખાનગી વાહનો રાખી બાતમી મળેલ ગાડીની વોચ તપાસમાં હતા તે દરમિયાન એક ફોર વ્હીલર ગાડી ગાંભુ ગામ તરફ થી આવતી જોઇ સરકારી ગાડી રોડ ઉપર આડી કરતા ગાંભુ તરફથી આવતી હતી જે ગાડી ચાલક સરકારી ગાડી જોઇ ને પોતાની ગાડી રોડ ની બાજુમાં ઉભી રાખી અધારાનો લાભ લઈ બાજુ માં આવેલ ખેતરમાં બાવળોની જાડીઓમાં નાસી ગયેલ જેની પોલીસે શોધખોળ કરતાં મળી આવેલ નહી તેમજ જે ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ-1536 કિં.રૂ.2.30.400 તથા ઇકો ગાડી કિં.રૂ5,00,000 કુલ મળીને કિં.રૂ.7,30,400 નો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે મુદામાલ કબજે કરી ફરાર થયેલ શખ્સ ની તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *