સમગ્ર રાજ્ય માં ચોમાસુ ની સીઝન બેસી ગયું છે. ચોમાસા ની સીઝન શરૂ થતા રોગચારો વધવાની શક્યતાઓ વધી જાય છે. તંત્ર તરફ થી પણ લોકો ના ઓરોગ્ય સાથે ચેડાં કરનારાઓ પર અણધારી તપાસ કરવામાં આવે છે. ખાસ કરી ને પાણીપુરી વાળાઓ પર તપાસ ની ટીમ તાટકે ત્યરે ઉબકા ચડે એવી ખાદ્ય સામગ્રી મળી આવે છે. મહેસાણા માં પાલિકા ની ટીમે પાણીપુરી વાળને ત્યો ચેકીંગ કરતા ૪૦૦ કિલો બગડેલા બટાકા મળી આવ્યા હતા.
પાલિકાની ટીમે ૨૦ જેટલા પકોડીવાળાને ત્યાં ચેકિંગ કરીને સડેલા બટાકા તથા મસાલાનો નાશ કરીને રૂ.૭૦૦૦ નો દંડ ફટકાર્યો છે. મહેસાણા શહેરમાં વહેલી સવારે પાલિકાની ટીમે શહેરના અંબાજીનગર, ગણેશનગર, ચેહરનગર, ચામુંડાનગર, આશ્રમ રોડ તથા પીળુદરા વિસ્તારમાં પાણીપુરી વેચનારાને ત્યાં તપાસ ચાલું કરી હતી. તપાસમાંથી જાણણા મળ્યું કે, ભેંસ બાંધવાની જગ્યાની બાજુમાં તબેલા જેવી જગ્યા પર ભેંસના મળમુત્રની બાજુમાં પકોડી બનાવવામાં આવી રહી હતી. જ્યારે ફૂગવાળા ૬ કિલો ચણા તથા ચટણીનો નાશ કર્યો છે. ૬૦ કિલો મેંદો એવો મળ્યો હતો જેમાં જીવાત બેસી ગઈ હતી. આ સિવાય અતિગંદકી વાળા વિસ્તારમાં પાણીપુરી તૈયાર થતી હોવાનું સામે આવ્યું છે. એક ટેન્કમાંથી ૬૦ કિલો મેંદો એવો મળ્યો જેમાં ધનેરા પડી ગયા હતા. લોકોને મોજથી પાણીપુરી અને મસાલાપુરી ખવડાવતા પાણીપુરીવાળા કેવી બેદરકારી દાખવે છે એ પુરવાર થયું છે. આ પહેલા અમદાવાદ શહેરમાંથી પાણીપુરી વાળાને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં જે જગ્યાએ પાણીપુરી બનતી હતી ત્યાં ઊભું પણ રહેવું ન ગમે એવી જગ્યા હતી.
મહેસાણા પાલિકા તંત્રએ આવા પાણીપુરીવાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. જ્યારે સડેલા બટાકા, ચણા તથા મેંદાનો નાશ કર્યો છે. ચોમાસું સીઝનમાં ઝડપથી બગડી જતી વસ્તુઓને મોટી સંખ્યામાં સ્ટોર કરવામાં આવી હતી. આવા સડેલા ચણા અને બટાકા લોકોને ખવડાવી દેવાતા હતા. અમદાવાદમાંથી આ પ્રકારની કામગીરી આવી ત્યારે એક પાણીપુરી વાળો શૌચાલયની પાઈપલાઈનમાંથી પાણી લેતો હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય આ તમામ પાણીપુરી વાળા હલકી કક્ષાનું તેલ વાપરતા હતા. ઢોરના વંડામાં પાણીપુરી તળવામાં આવી રહી હતી. આ જોઈને તપાસ હેતું ગયેલી ટીમ પણ ચોંકી ગઈ હતી. આ ઉપરાંત ઉપયોગમાં લેવાતું પાણી પણ પીવાલાયક ન હતું. મહેસાણા શહેર જિલ્લામાં ચોમાસું સીઝન દરમિયાન પાણીજન્ય સહિતના રોગ ફાટી નીકળે એ માટે કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએથી આદેશ આપવામાં આવ્યા હતા. જેના પગલે ફૂડ વિભાગ અને પાલિકાની ટીમે શહેરમાં અનેક જગ્યાએ દરોડા પાડી, તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.