આ દેશમાં છે દુનિયાનું સૌથી મોટું હિંદૂ મંદિર, પણ ત્યાં કોઈ નથી હિન્દૂ

Uncategorized

દુનિયાના ઘણા દેશોમાં પ્રખ્યાત હિન્દૂ મંદિર આવેલા છે. એક એવો દેશ કે જ્યાં દુનિયાનું સૌથી મોટું હિન્દૂ મંદિર અને સૌથી મોટું સ્મારક આવેલું છે. પરંતુ તમને તે જાણી નવાઈ લાગશે કે ત્યાં કોઈ હિન્દૂ નથી. તે દેશના ઝંડાનું ચિન્હ પણ હિન્દુઓના મંદિરનું છે. હિન્દૂ ધર્મ દુનિયાનો એકમાત્ર ધર્મ છે કે જે સૌથી પ્રાચીન છે.

એવું માનવામાં આવે છે કે હિન્દૂ ધર્મ ૧૨ હજાર વર્ષથી પણ જૂનો છે. હિન્દૂ ધર્મમાં મૂર્તિ પૂજા અને ધ્યાનનું વિશેષ મહત્વ છે. એ વાતના ઘણા સબૂત પણ છે કે દુનિયાના ઘણા દેશોમાં સનાતન ધર્મ હતો.

અંકોરવાટ મંદિર દુનિયાનું સૌથી મોટું હિન્દૂ મંદિર છે. તે સિવાય તે દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સ્મારક પણ છે. તે કમ્બોડિયા દેશના અંકોરમાં આવેલું છે. અંકોરના મિકાંગ નદીના કિનારે આવેલું છે. તે હજારો માઈલ ફેલાયેલું છે અને તે ભગવાન વિષ્ણુ નું મંદિર છે. ત્યાંના શાષકોએ પહેલા મોટા મોટા ભગવાન શિવના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. તેનું જૂનું નામ યશોધપુર હતું.

દુનિયાના સૌથી પ્રસિદ્ધ પર્યટક સ્થરોમાં સામેલ છે અને યુનેસ્કોના વિશ્વ ધરોહરમાં પણ સામેલ છે. પરંતુ હાલમાં ત્યાં નોંધપાત્ર હિંદુઓ બચ્યા છે પરંતુ દુનિયાનું સૌથી મોટું હિન્દૂ મંદિર ત્યાં આવેલું છે. કથાઓ અનુસાર ત્યાં વિદેશીઓની નજર પડી અને ત્યાંના લોકોને ધર્મ પરિવર્તન કરાવ્યું. પરંતુ ત્યાંના લોકો હાલમાં પણ તેમને દિલથી હિન્દૂ માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *