આપણા દેશમાં હનુમાનદાદાના નાના મોટા ઘણા મંદિર ગામડા તેમજ શહેરોમાં આવેલા છે. તમે હનુમાન મંદિરમાં ઘણી વખત ગયા પણ હશો અને હનુમાનદાદાની પૂજા પણ કરી હશે આજે હું તમને એક એવા હનુમાન મંત્ર વિષે બતાવીશ જે મંદિરમાં જઈ બોલવાથી દુનિયાની કોઈ તાકાત તમને કરોડપતિ બનતા રોકી શકશે નહીં.
શનિવારનો દિવસ બજરંગબલીને સમર્પિત હોય છે.શનિવારના દિવસે હનુમાનદાદની પૂજા અર્ચના કરવી ખુબ શુભ માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે શનિવારના દિવસે હનુમાનદાદાની ભક્તિ કરવાથી હનુમાનદાદા સ્વયં આવીને આશીર્વાદ આપતા હોય છે.
હનુમાનજીને ભગવાન શિવના ૧૧માં રુદ્રાવતાર માનવામાં આવે છે.આપણા પ્રાચીન પવિત્ર હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં ચિરંજીવી માનવામાં આવે છે. હનુમાનજીને કળિયુગના દેવતા પણ માનવામાં આવે છે. હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા હનુમાનજી ભગવાન શિવના જેમ ખુબ ભોળા છે તે પોતાના ભક્તની દરેક સમયમાં રક્ષા કરતા રહે છે. હનુમાજીને બીજા ઘણા નામે ઓરખવામાં આવે છે મારુતિ નંદન, બજરંગબલી, હનુમાનજી અને સંકટ મોચન જેવા નામથી પણ ઓરખવામાં આવે છે.
શનિવાર અને મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શનિવાર અને મંગળવારનો દિવસ કલ્યાણકારી અને શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસ સાવરે કે સાંજે હનુમાનજીના આ મંત્રોનો જાપ કરવો જોઈએ એવી માન્યતા છે કે આ મંત્રો બોલવાથી જીવનમાં આવતી દરેક મુશ્કેલીનો અંત આવે છે.
ॐ दक्षिणमुखाय पच्चमुख हनुमते करालबदनाय
શનિવારના દિવસે મંદિરમાં જઈને આ હનુમાન મંત્રનો જાપ કરવાથી તમારા શરીરમાં આવેલી દરેક નકારત્મક ઉર્જા દૂર થાય છે.
ॐ मारुतात्मजाय नमः।
ऊं हं हनुमते नम:।
આ બે મંત્ર બોલવાથી હનુમાનજી પ્રસન્ન થતા હોય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે હનુમાનજી સદાય તેમની કૃપા તેમના ભક્ત ઉપર વરસાવતા રહે છે.