વ્હાલા મિત્રો હકીકતમાં ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. લોકો પોતાની પરંપરા અનુસાર પોતાના માથા પર તિલક ધારણ કરતા હોય છે. આદિકાળથી જ ગુરુઓ અને તેમના કર્યો અનુસાર રાજાને રાજ તિલક કરતા હતા. યુદ્ધના સમયે જયારે પ્રસ્થાન કરતી વખતે પત્નીઓ પોતાના પતિને કપાળ પર તિલક કરતા હતા. આપણે હાલમાં પણ મંદિરમાં જઈએ ત્યારે મંદિરના પુજારીઓ આપણા કપાળમાં તિલક કરે છે.
દરેક ધર્મમાં આપણે જોઈએ છે અલગ -અલગ નિશાનીમાં તિલક થતા હોય છે. આપણા પવિત્ર તહેવાર જેવા કે રક્ષાબંધન, નાગપંચમી અને ભાઈબીજ આ તહેવારના દિવસે બહેનો પોતાના ભાઈને કપાળ ઉપર આગળના ભાગ પર તિલક લગાવીને એમના માટે શુભ કામના માંગે છે.
મનોકામના માટે, પ્રતિસ્પર્ધા પરીક્ષા માટે તેમજ પોગ્રામ સત્કાર માટે પ્રાચીન સમયથી તિલક લગાવાવની પરંપરા ચાલી રહી છે. આપણી સંસ્કૃતિમાં તિલકને શુભચિન્તક ગણવામાં આવે છે.
તિલક હંમેશા બેસીને જ કરવું જોઈએ. કપાળનાં જમણા ભાગમાં બ્રહ્માજી, વામપાશ્વ માં શિવજી તથા મધ્ય ભાગમાં ક્રિષ્ન કનૈયા નિવાસ કરે છે. એટલા માટે મધ્યનો અંશ ખાલી રાખવો જોઈએ. જેનાથી કપાળ પર શ્રી પરશુરામ નો વાસ જળવાય રહે.