માતા લક્ષ્મી આ રીતે પૂજા કરવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે

Astrology

દરેક વ્યક્તિ જીવનમાં ધન-સંપત્તિ કમાવવા માટે ખૂબ મજુરી કરતો હોય છે પણ તેની જોડે ધન સંપત્તિ લાંબા સમય માટે ટકી શકતી નથી આજે હું તમને ધનની દેવી તરીકે પૂજાતા માતા લક્ષ્મીની પૂજા કરવાની કેટલીક વિધિ બતાવીશ જો તમે પૂરી શ્રદ્ધાથી આ વિધિ અપનાવશો તો માતા લક્ષ્મી તમારા ઘરમાં ધન-સંપત્તિનો વરસાદ કરશે

એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને કૌડી ખૂબ પ્રિય છે કૌડીને માતા લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે સમુદ્રમંથન વખતે કૌડી અને માતા લક્ષ્મી એક સાથે પ્રગટ થયા હતા આ કારણથી માતા લક્ષ્મીને કૌડી ખૂબ પ્રિય છે જ્યારે પણ તમે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે કૌડીની પણ પૂજા જરૂર કરવી જોઈએ કૌડી ની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે

પ્રાચીન શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પસંદ છે તમે જ્યારે પણ માતા લક્ષ્મી પૂજા કરો ત્યારે કમળનું ફૂલ માતા લક્ષ્મીને અર્પણ કરવું જોઇએ પૂજા પૂર્ણ થયા પછી કમળના ફૂલને પોતાના પર્સમાં મૂકવા થી માતા લક્ષ્મી દરેક કાર્યોમાં તમારો સાથ આપે છે તે સાથે માતા લક્ષ્મીની કૃપા હંમેશા માટે તમારા ઉપર બિરાજમાન રહે છે તમારી જોડે ગોમતી ચક્ર પણ રાખી શકો છો ગોમતી ચક્ર રાખવાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો તેમજ તમારા ઘરમાં ધન સંપત્તિ બમણી થઈ જશે

એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નિવાસ કરતા હોય છે પીપળાની રોજ સવારે પૂજા કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે

એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારા પર્સમાં મૂકેલું ગોમતી ચક્ર કે કમળનું ફૂલ જ્યારે પણ ખંડિત થઈ જાય ત્યારે તેને પવિત્ર પાણીમાં વિસર્જન કરી દેવું જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *