થોડા સમય પહેલા દિવાળી ના તહેવાર ની ઉજવણી આખા ભારતમાં ધૂમધામથી કરવામાં આવી હતી દિવાળીના તહેવારમાં માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે હિન્દુ માન્યતા અનુસાર વૈકુંઠ ધામમાંથી પુથ્વી ઉપર આવીને દેવી-દેવતા પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરતા હોય છે માતા લક્ષ્મી તે દિવસે ઘણા ભક્તો ના ઘરે આવતા હોય છે જેમાંથી ઘણા લોકોના ઘરે રોકાતા પણ હોય છે જે ઘરમાં માતા લક્ષ્મી રોકાય તે ઘરમાં સદાય સુખ સમૃદ્ધિ આવતી હોય છે
માતા લક્ષ્મી જ્યાં પણ જાય છે ત્યાં આવવાના કેટલાક સંકેતો આપતા હોય છે પણ માતા લક્ષ્મી તે ઘરમાં રોકાયા કે નહીં તેના વિશે ઘણા ઓછા લોકોને ખબર પડે છે આજે હું તમને કેટલાક એવા સંકેત વિશે બતાવી જેનાથી તમને ખબર પડશે કે તમારા ઘરમાં માતા લક્ષ્મી રોકાયા કે નહીં
દિવાળીના દિવસે જો તમને ઘરમાં છછુંદર જોવા મળે તો સમજી લેવું કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થઈ ચૂક્યું છે છછુંદર નું દેખાવું ખૂબ શુભ માનવામાં આવે છે આમ પણ વાસ્તુશાસ્ત્રમાં છછુંદર ને ખૂબ પવિત્ર માનવામાં આવે છે
ઘરની દિવાલ ઉપર જો ગરોળી એકબીજાની પાછળ દોડતી જોવા મળે તો સમજી લેવું કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે
જો તમે તમારા ઘરની બહાર નીકળો અને તમને રોજ ગાય જોવા મળતી હોય તો સમજી લેવું કે માતા લક્ષ્મી ની કૃપા તમારા ઉપર છે તમારા અટકેલા બધા કામ પૂર્ણ થઇ જશે જ્યારે ગાય દેખાય ત્યારે ગાયને એક રોટલી ખવડાવવાથી તમારો આખો દિવસ આનંદ ઉલ્લાસથી પસાર થશે
જે ઘરમાં સ્ત્રીઓને માન-સન્માન આપવામાં આવતું હોય કે જે ઘરમાં ઝગડા ન થતા હોય તેવા ઘરમાં અવશ્ય માતા લક્ષ્મી આવતા હોય છે