હાલના સમય કામકાજ ના ભારણના કારણે નાની મોટી અનેક સમશ્યાઓ થતી હોય છે. ઓફિસે હોય તો ઓફિસનું કામકાજ અને ઘરે આવ્યા પછી ઘરની જવાબદારીઓના કારણે દરેક વ્યક્તિને માનસિક ભારણ વધતું હોય છે. કોઈનું કામકાજ એવું પણ હોય છે કે વધુ પડતો સમય ગરમી માં વિતાવવો પડતો હોય છે તેવો કોઈને શોખ નથી હોતો દરેક મજબૂરી હોય છે.
આ બધા કારણોસર માથું દુખવાની તકલીફો થતી હોય છે. ઘણીવાર એવું પણ બને કે શરદી હોય તો પણ માથાનો દુખાવો થાય છે. અમુક લોકોને એવું પણ હોય છે કે ઋતુ બદલાય એટલે શરીરની પ્રક્રિયામાં તરત જ ફેરફારો દેખાવા લાગે. ઘણા એવા પણ હોય છે કે તેમને માઈગ્રેન સમશ્યા કાયમી પણ હોય છે. મિત્રો આતો બધી સમશ્યાની વાતો થઇ પણ જાણો તેના સમાધાન વિષે કે માથાનો દુખાવો કેવી રીતે દૂર કરી શકાય.
તમને જયારે માથું દુખતું હોય ત્યારે આ એક ઉપાય કરી જોજો તમારા નાકના એક બાજુના નસકોરાને બંધ કરીને બીજી બાજુથી શ્વાસ લેવાનો અને તેને પાંચ થી સાત સેકન્ડ માટે રોકી રાખવાનો અને પછી જે બાજુનું નસકોરું બંધ રાખ્યું તું તેમાંથી શ્વાસને બહાર કાઢવાનો. તેવું પાંચ મિનિટ સુધી કરતા રહેવાનું. દરેક વખતે નાકની દિશા બદલતું રહેલાવું.
આ અનુલોમવિલમ પ્રાણાયામ કરશો તો તમને માથાના દુખાવામાં રાહત મળશે. આવી રીતે આપણે યોગ અને પ્રાણાયામ દ્વારા આપણા શરીરની અંદર રહેલી ઘણી એવી બીમારીઓને દૂર કરી શકીયે છીએ. આપણા દેશને વિશ્વ યોગ ગુરુ દેશ તરીકે માને છે.