આજે દેશ માટે આર્મીના જવાનો પોતાનો જીવ પણ આપી દેતા હોય છે.તેમનું એક જ કર્તવ્ય હોય છે કે ભારત માતા ની રક્ષા કરવાની આજે ભારત માતા ની રક્ષા કરતા ઘણા જવાનો પોતાનું બલિદાન આપતા હોય છે દેશ તેમના આ બલિદાને હમેશા માટે યાદ રાખે છે.આર્મીમાં નોકરી કરવી એક ખુબ ગર્વની વાત છે.આર્મીમાં નોકરી કરવા માટે ખુબ મહેનત કરવી પડે છે જયારે આર્મીમાં નોકરી આવે ત્યારે બધા લોકોને ખુબ ગર્વ થતો હોય છે પણ ક્યારેક જવાન દેશ માટે શહીદ પણ થઇ જતો હોય છે થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશનો એક જવાન શહીદ થયો હતો.
મેજર મયંક ઉત્તરપ્રદેશના મેરઠના રહેવાસી હતા તે જમ્મુ કાશ્મીરમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા જમ્મુ કાશ્મીરના શોપિયાં આતંકવાદીઓ સાથે થયેલા ગોરીબારમાં તે ઘાયલ થાય છે તે પંદર દિવસ સુધી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાતા હતા આખરે તેમને આ દુનિયાને અલવિદા કહી દીધી તેમનો પર્થિવઃ શરીર પોતાના ઘરે મેરઠ લાવવામાં આવે છે ત્યારે આખું મેરઠ શહેર દુઃખ ની લાગણી અનુભવતું હતું
તે ૪૪ રાજપુતાના રાઇફલમાં મેજર ના પદ ઉપર નિયુક્ત હતા તેમને થોડા સમય પહેલા કાશ્મીરના રજૌરી માં ફરજ ઉપર મુકવામાં આવ્યા હતા એક ગોરીબારમાં તે ઘાયલ થાય છે તે હોસ્પિટલમાં પંદર દિવસ સુધી જીવન જીવવાની જંગ લડ્યા અને તેમને દુનિયાને અલવિદા કહ્યું
જયારે તેમના પાર્થિવ શરીર ને મેરઠ લાવવામાં આવે છે ત્યારે તેમનું પરિવાર ખુબ ચીસો પાડીને રડતો હતો પણ તેમની પત્ની મેઝર મયંક ને I LOVE YOU કહ્યું અને ભીની આંખે તેમને વિદાય આપી તેમના પર્થિવઃ શરીર ઉપર ખુબ ફૂલો વરસવામાં આવ્યા તેમની અંતિમ વિદાયમાં આખું મેરઠ હાજર હતું તેમના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો હાજર હતા તેમને સૈન્ય રીત રિવાજ મુજબ અંતિમ વિદાય આપવામાં આવી