આજે હું તમને જેની વાત કરવા જઈ રહ્યો છે તેમના મસાલા ઘરે ઘરે વખણાય છે. જે છે એમડીએચ ના સ્થાપક ધર્મપાલ ગુલાટી જે દરેક ઘરમાં જાણીતા એવા મરી મસાલા ની કંપની એમડીએચ જે દેશભરમાં જાણીતી છે. આ એમડીએચ માલિક જે 98 વર્ષે જીવન જીવી દેવલોક પામ્યા. ટીવીમાં એમડીએચ ની જાહેરાતના કારણે તે ઘર ઘરમાં જાણીતા થયા હતા.
આ ધર્મપાલ ગુલાટી નો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો પાંચમુ ફેલ હતા. ઘોડાગાડી ચલાવી પોતાનું જીવન ચલાવતા હતાં. કેટલી જગ્યાએ તેમને નોકરી કરી પરંતુ તે ક્યાંય ટક્યા નહીં. છેવટે તે તેમના બાપ દાદા ઓ ના મરી મસાલાના ધંધામાં લાગી ગયા. અને પછી મરી મસાલાનો ધંધો જોરો સોરો થી ચાલવા લાગ્યો. તેમને આ ધંધામાંથી ક્યારે પણ નિવૃત્ત થયા ન હતા.
તે બોલી પણ શકતા ન હતા તોપણ તે ટીવીની જાહેરાતમાં આવતા હતા ૯૦ વર્ષના થયા ત્યારે તો તે સરખું ચાલી પણ શકતા ન હતા. તે આપણા બધા યુવાનો માટે એક સંદેશો આપી ગયા છે કે ભણતર એકલું જરૂરી નથી સાથે સાથે ગણતર પણ હોવું જરૂરી છે. કંઈક બનવું હોય તો મહેનત કરવી પડે છે બેસી રહેવાથી કંઈ થતું નથી મહેનત કરશું તો જ સફળતા મળશે.
ધર્મપાલ ગુલાટી ને કોરોના થયો હતો તેમને તેમના ઘરે બનાવેલા મસાલામાં ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ હોવાથી તે બચી ગયા પરંતુ તેમને હૃદયરોગ થયો હતો એટલે તેમનું મૃત્યુ થઈ ગયું જ્યારે આ ધર્મપાલ ગુલાટી નું મૃત્યુ થયું ત્યારે બધા આખો આંસુથી ભરાયેલી હતી. ધર્મપાલ ગુલાટી નો જન્મ ૧૯૨૩માં થયો હતો.