ભારતની ભૂમિ ઉપર ઘણા દેવી-દેવતા જન્મ લઈ ચૂક્યાં છે ભારતની ભૂમિ ઋષિમુનિઓ કરેલા તપ થી પવિત્ર છે ભારતની ભૂમિ ઉપર વર્ષો પહેલા દાનવ પોતાના તરફથી દેવોને પ્રસન્ન કરીને વરદાન મેળવીને સૃષ્ટિ ઉપર આતંક મચાવતા હતા તેમનો નાશ કરવા માટે માં મેલડી ઉત્પન્ન થયા હતા
માં મેલડી ને પહેલા કોઈ નામ ન હતું તેથી તેમને નનામી તરીકે ઓળખવામાં આવતા હતા એક રાક્ષક હતો જેનું નામ અમરૈયા હતું તે ખૂબ શક્તિશાળી હતો તેને દેવતાઓ તરફથી વરદાન પણ મળેલા હતા જ્યારે મા નવદુર્ગા તેનો નાશ કરવા ગયા ત્યારે તે રક્ષક ખૂબ જ શક્તિશાળી હતો નવદુર્ગા અને રાક્ષક વચ્ચે ખૂબ લાંબો સમય યુદ્ધ ચાલ્યું હતું તે રાક્ષક નવદુર્ગા થી બચવા માટે સંતાવા લાગ્યો
તે રાક્ષક માં નવદુર્ગા થી બચવા માટે પુથ્વી ઉપર સાયલા ગામમાં આવેલા એક તળાવમાં છુપાઈ ગયો. ત્યારે આ બહેનો તે સરોવર નું પાણી પીવા લાગ્યા. ત્યારે રાક્ષક તળાવની બાજુમાં મળી ગયેલી ગાયમાં સંતાઈ ગયો. ત્યારે નવદુર્ગા આ રાક્ષસને મારવા માટે પોતાના શરીરમાંથી મેલ ઉતારીને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને બધા દેવીઓ પોતાની શક્તિ આ બાળકીને આપી અને તેને આ અમરીયા દૈત્ય રાક્ષક મારવા માટે કહેવામાં આવ્યું. આ પુત્રીએ તે રાક્ષસને મારી નાખ્યો ત્યાર પછી આ પુત્રી મા દુર્ગા જોડી પાછી ગઈ પણ મા દુર્ગા એ આ પુત્રીને સ્વીકારી નહીં. તેથી તેમને ખૂબ દુઃખ લાગ્યું
આ પુત્રી પોતાને શુદ્ધ કરવા માટે ભગવાન ભોલેનાથ જોડી જય છે ભગવાન શંકરે આ પુત્રીને શુદ્ધ કરવા માટે પોતાની જટામાંથી ગંગાજળ પ્રાગટ કરીને તેમને શુદ્ધ કર્યા ત્યારે તેમને પૂછ્યું કે હવે મારું નામ શું રાખવાનું છે ત્યારે ભગવાન શંકર કહે છે જાઓ માં નવદુર્ગા ને પૂછી ને આવો પણ મા નવદુર્ગા એ તેમને સ્વીકારવાની ના પાડી હતી તેથી હવે હું શું કરું ભગવાન શંકર તેમને પોતાના હક માટે મા દુર્ગા જોડે યુદ્ધ કરવાનું કહે છે ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભેગા થઈને તેમને મા દુર્ગા સામે લડવા માટે પોતાના શસ્ત્રો આપે છે
તે મા દુર્ગા સાથે પોતાના હક માટે લડે છે અને વિજય મેળવે છે માતાજી પોતાના હક માટે લડે છે અને વિજય મેળવે છે તેથી ભોલેનાથ કહે છે તમે તમારા હક માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડી માં રાખવામાં આવે છે