તો મિત્રો તમને ખબર જ હશે કે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ શરીરની અંદર નવા નવા દુખાવા ચાલુ થતા હોય છે આજે આપનો ખાવાનો ખોરાક બદલાઈ જવાથી આ બધા દુખાવા થતા હોય છે પહેલાના લોકોના ખોરાક સાત્વિક હોવાથી તે લોકો કોઈપણ દુખાવા વગર લાંબો સમય જીવન જીવી શકતા હતા પણ અત્યારના લોકો બહાર ની હોટલો તેમજ મસાલેદાર ખાવાનું ખાવાથી શરીરની અંદર આમ નવા દુખાવા થતાં હોય છે આજે હું તમને એક એવો ઉપાય બતાવીશ જેનાથી તમારા શરીરના હાડકાના દુખાવા માંથી થોડી ઘણી રાહત મળશે.
આપણા દેશમાં બધાના ઘરે મેથી હોય છે તેનો ઉપયોગ ઘણા બધા પ્રકારે કરવામાં આવતું હોય છે મેથી ના દાણા માંથી સબ્જી મેથીના લાડવા મેથીના પરોઠા મેથી ની ચટણી વગેરે આપના રસોઈઘરમાં બનાવતા હોઈએ છીએ નો ઉપયોગ કેવલ દવાઓ અને સબ્જી બનાવવા માટે જ નથી થતો તેનો ઉપયોગ ઘરેલુ નુસખા મા પણ કરવામાં આવે છે મેથી દ્વારા ઘણા બધા પ્રકારના રોગોમાંથી મુક્તિ મળી શકે છે
મેથીના અંદર ઘણા બધા પ્રકારના પોષક તત્વો અને વિટામિન હોય છે તેની અંદર પ્રોટીન ફાઇબર કેલ્શિયમ ફોસ્ફરસ પોટેશિયમ ઝીંક વિટામીન સી વિટામિન બી સોડિયમ કાર્બોહાઈડ્રેટ વગેરે હોય છે મેથી દાણા નું પાણી કઈ રીતના બનાવું મેથી દાણા નું પાણી બનાવવા માટે કઈ ખાસ મહેનત કરવાની જરૂર પડતી નથી એક કે બે ચમચી મેથી દાણા રાત્રે એક ગ્લાસ ની અંદર પલાળીને મૂકવા સવારે ઉઠીને આ પાણીને ગાળી લેવું પછી આ પાણીને સવારમાં ખાલી પેટી પીવું આ પાણી પીવાથી શરીર ના અંદર થતા હાડકાના દુખાવા ધીમે ધીમે દૂર થઈ જશે આ સિવાય પણ મેથી દાણાનું પાણી પીવાથી શરીરની ખૂબ ફાયદો થાય છે