ટોક્યો ઓલમ્પિક માં ૨૦૨૧ માં ભારતનું નામ રોશન કરનાર મીરાંબાઈ ચાનું પર દરેક દેશવાસી ગૌરવ અનુભવી રહ્યો છે. ચીન ની મહિલા લિફ્ટર હો જ્જીહુએ શનિવારે ટોક્યો ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે. જયારે સિલ્વર મેડલ મીરાંબાઈ ચાનું એ મેળવ્યું હતું. ૪૯ કિલો કેટેગરી માં ચેમ્પિયન બનેલી ચીન ની મહિલા લિફ્ટર ફરી થી ડોપ ટેસ્ટ લેવાશે.
જો ચીનની લિફ્ટર ડોપ ટેસ્ટમાં ફેઈલ થઈ જાય છે તો ચાનૂને ગોલ્ડ મળી શકે છે. એન્ટિ ડોપિંગ અધિકારીઓએ ફરીથી ડોપ ટેસ્ટ માટે ટોકિયોમાં રહેવા માટે આદેશ કર્યા હતા. જજિહુએ કુલ 220 કિલો વજન ઉપાડી નવો ઓલમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. જજિહુનો ડોપ ટેસ્ટ ક્યાર થશે એને લઈને કોઈ ખાસ જાણકારી સામે આવી નથી. બીજી તરફ મીરાબાઈ ચાનૂ ટોકિયોથી ભારત પરત ફરી રહી છે. ચીનની મહિલા લિફ્ટરે સ્નેચમાં 94 કિલો વજન ઉપાડી ઓલમ્પિક રેકોર્ડ કાયમ કર્યો હતો. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેણે 116 કિલોનો વજન ઉપાડી ઓલમ્પિક રેકોર્ડ કાયમ કર્યો હતો.
જ્યારે મીરાબાઈએ સ્નેચમાં 87 કિલો વજન ઉપાડ્યો હતો. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો વજન ઉપાડી ઈતિહાસ બનાવ્યો હતો. મીરાબાઈ અંતિમ પ્રયાસોમાં 117 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહી હતી. નિયમ અનુસાર જો એથલીટ ડોપ ટેસ્ટમાં ફેઈલ થઈ જાય છે તો સિલ્વર જીતનાર મેડલીસ્ટને ગોલ્ડ આપવામાં આવે છે. મીરાબાઈ ચાનૂએ કુલ 202 કિલો વજન ઉપાડ્યું હતું. કર્ણમ મહેશ્વરી બાદ ઓલમ્પિકમાં વેટલિફ્ટિંગમાં પદક જીતનાર મીરાબાઈ બીજી ભારતીય મહિલા છે.
બીજી તરફ ટોકિયો ઓલમ્પિકના ચોથા દિવસની શરૂઆત ભારત માટે સારી રહી ન હતી. તીરંદાજીથી લઈને નિશાનેબાજી સુધી દરેક ગેમ્સ કેટેગરીમાં ભારતને નિરાશા સાંપડી હતી. ત્યારે હવે દેશની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા પણ ત્રીજા તબક્કામાં હારીને બહાર થઈ ગઈ છે. ભારતની ભવાની દેવી અને પુરૂષ તીરંદાજી ટીમે પોતાનો પહેલો મેચ જીતી લીધો હતો.
એ પછીના તબક્કામાં હારનો સામનો કરવો પડ્યો છે. બેડમિંટન સ્ટાર અને રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા પી.વી. સિંધુએ ટોકિયો ઓલમ્પિકમાં વિજયકુચ કરી છે. પ્રથમ ગ્રૂપની મેચમાં સફળતા મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. ઈઝરાઈલની પોલિકાર્પોવાને 21-7 અને 21-10ના સ્કોરથી માત આપીને વિજયી શરૂઆત કરી દીધી છે. હવે સિંધુની ટક્કર હોંગકોંગની ચુન્ગ ન્ગાન યી સાથે થશે. જે મેચ તા.28 જુલાઈના રોજ રમાશે.