ક્યારેક એવી ઘટના બને છે કે, નાનીઅમથી બેદરકારીને કારણે કાયમી ધોરણે રડવાનો વારો આવે છે. આવી જ એક ઘટના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી સામે આવી છે. જ્યાં ૧૭ વર્ષની તરૂણી મોબાઈલ ચાર્જ કરવા જતી હતી અને જીવ ગયો. મધ્યપ્રદેશના અશોકનગરમાં રહેતી આ છોકરીનો હાથ મોબાઈલ ચાર્જર લગાવતી વખતે સોકેટમાં અગાઉથી પ્લગ થયેલા વાયરને અડક્યો હતો. જેના કારણે શોક લાગતા એનો જીવ ગયો છે.
જ્યારે એના ભાઈએ આ ઘટના જોઈ તો યુદ્ધના ધોરણે સૌથી પહેલા તારને લાકડી મારીને એનાથી અલગ કરી દીધો હતો. પરિવારના અન્ય સભ્યોને બૂમો પાડતા સભ્યો એકઠા થઈ ગયા હતા. વીજ કરંટ લાગવાથી છોકરીને આંગળીમાં ઈજા થઈ હતી. આથી તાત્કાલિક એને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અશોકનગરની શંકર કોલોનીમાં રહેતા જગન્નાથની દીકરી શિવાની મોબાઈલ ચાર્જમાં મૂકવા માટે જઈ રહી હતી. બોર્ડના બીજા પ્લગમાં આંગળી અડી જતા વીજ કરંટ લાગ્યો હતો. આ પ્લગમાં અગાઉથી એક વાયર પ્લગ થયેલો હતો. આ સમયે શિવાનીના માતા પિતા ખેતરમાં કાપણી કામ માટે ગયા હતા. બપોરના સમયે જ્યારે એનો ભાઈ ઘરે આવ્યો ત્યારે જોયું કે, શિવાની તાર સાથે ચોંટી ગઈ છે.
ધો.૮ માં ભણતી હતી. કોરોનાને કારણે શાળા બંધ હોવાથી પોતાના ઘરે રોકાઈ હતી. આવનારા થોડા જ સમયમાં શાળા ખુલવાની હતી. પણ શાળા ખુલે એ પહેલા જ શિવાનીના પ્રાણ ઉડી ગયા છે. જેના કારણે એના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. ઘણી વખત નાની અમથી ભૂલ પણ એટલી મોટી અને કાયમી ખોટ આપી જાય છે કે, અંતે માથે હાથ દઈને રડવાનો વારો આવે છે.