મોઢામાં ચાંદી ઘણા કારણો થી પડતી હોય છે જયારે ચાંદી પડે ત્યારે ખાવા પીવામાં ખુબ તકલીફ પડતી હોય છે ચાંદી પડવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે છે પણ તેને આ એક ઉપાય દ્વારા મટાડી શકાય છે બજારમાં ચાંદી મટાડવા ની ઘણી દવાઓ મળતી હોય છે પણ દવાઓની કયારેક આડઅસર પણ થતી હોય છે પણ મોઢા માં પડેલી ચાંદી ઘરેલુ ઉપાય કરીને મટાડી શકાય છે આજે હું તમને એક એવો ઘરેલુ ઉપાય વિષે બતાવીશ જેનાથી મોઢામાં પડેલી ચાંદી મટાડી શકાય છે
મોઢામાં પડેલી ચાંદી આપણે ખુબ હેરાન કરતી હોય છે મોઢાના અંદરના ભાગમાં પડતી ચાંદી પડવાના ઘણા કારણો હોય શકે છે જેમાં ઘણી વખત આપણું પેટ યોગ્ય રીતે સાફ ન થાય તો પણ ચાંદી પડી શકે છે મોઢાના અંદરના ભાગમાં ઇજા થવાથી છોકરીઓને માસિક ના સમયે મોઢા ચાંદી પડતી હોય છે મોઢામાં ચાંદી પડવાના ઘણા બધા કારણો છે જેને ઘરેલુ ઉપાય દ્વારા પણ ઠીક કરી શકાય છે મોઢામાં ચાંદી પડવી એક સામાન્ય વાત છે ચાંદી મોઢાના અંદરની તરફ બન્ને ગાલ ઉપર કે જીભ ઉપર પડતી હોય છે જે સફેદ કે લાલ રંગ ની દેખાય છે
મોઢામાં ચાંદી પડવાના ઘણા બધા કારણો છે જેવા કે પેટની ગરમી વિટામિન બી અને વિટામિન સી ઓછું હોય તો પણ પડી શકે છે જો કોઈ વ્યક્તિ વધારે પડતું ટેંશન લેતો હોય વધારે પડતું મસાલેદાર ખાવાથી મોઢાની યોગ્ય રીતે સાફ ન કરતો તો પણ ચાંદી પડી શકે છે
મોઢામાં કે જીભ પર ચાંદી પડવાનું મુખ્ય કારણ શરીરની ગરમી હોય છે જો શરીરની ગરમી કંટ્રોલ રહે તો મોઢામાં ચાંદી પડવાની સમસ્યા ઓછી સર્જાય છે શરીરની ગરમી કંટ્રોલ કરવા માટે આખા દિવસ દરમિયાન થોડા થોડા સમયના અંતરે થોડું થોડું પાણી પીવું જોઈએ જેનાથી શરીરનું તાપમાન કંટ્રોલ થશે તેનાથી ચાંદી પડવાની સમસ્યામાં થી છુટકારો મળી શકે છે
મધ ના જોડે હળદર મિક્સ કરીને ચાંદી ઉપર લાગવા થી ચાંદી ખુબ ઝડપી મટે છે આ ઉપાય દિવસમાં ત્રણ ચાર વખત કરવો જોઈએ
મોઢામાં પડેલી ચાંદી થી ખુબ દુખાવો થતો હોય તો નારિયેળનું તેલ લાગવાથી તે દુખાવા માંથી રાહત મળી શકે છે
ટામેટા ના જુસને પાણીમાં મિલાવીને કોંગરા કરવાથી મોઢામાં પડેલી ચાંદી થી રાહત મળી શકે છે
નોધ:- આ ઉપાય કરતા પહેલા એક વખત ડોક્ટર જોડે સલાહ લેવી ખુબ જરૂરી છે