આ વાંદર ની ખાસ વાત એ છે કે તે સવારે હનુમાનજીની પૂજા કરે છે અને રાતે તે મંદિરની ચોકીદારી કરે છે. આ મંદિર અજમેર ના બજરંગ ગઢ માં આવેલું છે જ્યાં પૂજારી નહી પરંતુ વાંદર હનુમાનજીની પૂજા કરે છે.
આ વાંદર નું નામ રામુ છે જે આ અજમેરના બજરંગ ગઢ મંદિરમાં સાત વર્ષથી પૂજા કરે છે. રામુ મંદિરમાં જ રહે છે ખાવા-પીવાનું અને ઊંઘે પણ મંદિરમાં છે. રામુ એક સાચા ભક્ત ની જેમ માથા પર બાલાજી ના નામનું તિલક પણ કરે છે.
જ્યારે મંદિરમાં આરતી અને હનુમાન ચાલીસા ના પાઠ ભક્તો જ્યારે કરતા હોય છે ત્યારે રામુ પણ ત્યાં હાજર રહે છે. અમુક સમયે ભજન અને આરતી ના સમયે નૃત્ય પણ કરે છે. રામુ એ બજરંગ ગઢ મંદિરના ચોકીદાર ઓમકારની એકદમ નજીક છે.
મનુષ્ય અને જાનવર વચ્ચેનો ખૂબસૂરત સબંધ આ બન્ને વચ્ચે છે. રામુ ૭ વર્ષ પહેલા એક મદારી થી છુટી ને અહીં આવ્યો હતો ત્યારે તે બીમાર હતો પરંતુ કોઈએ તેના પર ખાસ ધ્યાન આપ્યું નહીં ત્યારે ઓમકારજી એ તેની ખૂબ સેવા કરી હતી.
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રામુ અને ઓમકારજી નો સંબંધ એકદમ મજબૂત બની ગયો. ઓમકારજી એ રામુ ને રોટી ખાતા, કૂદતા, ઝાડ પર ચઢતા, એવી અનેક વસ્તુઓ શીખવાડી છે.
પુજારી નું કહેવું છે કે રામુ આ મંદિર માટે શુભ ગણાય છે. તે સાક્ષાત બાલાજી ની જેમ મંદીરની રક્ષા કરે છે રામુના આવવાથી અનેક લોકોને મંદિરથી જોડાયેલા અનેક લાભ થયા છે.