નાગિન ફેમ અભિનેત્રી મૌની રૉયના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. મૌની મોટેભાગે સુંદર ડ્રેસમાં પોતાની સ્ટનિંગ તસવીરો શેર કરી લાઇમલાઇટમાં બની રહે છે. હવે મૌનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ ઉકાઉન્ટ પર બ્લૂ ડ્રેસમાં ઘણી તસવીરો શેર કરી છે. જે ખૂબ વાયરલ થઇ રહી છે.
બ્લૂ કલરની અલગ અલગ ડ્રેસિસમાં મૌનીના નવા ફોટોશૂટની તસવીરોએ ઘણાં લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. એક ફોટોમાં મૌની સિલ્કની બ્લૂ પેન્ટ અને બ્રાલેટમાં કાઉચ પર કિલર પોઝ આપતા જોવા મળી રહી છે.
ફોટોમાં મૌનીની એક્શનથી લઇ તેનો લુક, મેકઅપ, હેયર સ્ટાઇલ ઓન પોઇન્ટ છે. મૌનીની સ્ટનિંગ સ્ટાઇલ જોતા બને છે.
અન્ય એક તસવીરમાં મૌની બ્લૂ શોર્ટ ડ્રેસમાં ગાડીમાં એક પોઝ આપતી જોવા મળી રહી છે. બ્લૂ ડ્રેસની સાથે મૌનીએ ચંકી સિલ્વર લોન્ગ બૂટ્સ પણ પહેર્યા છે. જે તેના લુકમાં ગ્લેમર એડ કરે છે. મેસ્સી હેયર બન અને સનગ્લાસમાં મૌની સુંદર લાગી રહી છે.
પોતાના બીજા એક ફોટોશૂટમાં મૌની બ્લૂ ડ્રેસમાં સોફા ચેર પર બેસી સ્ટનિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. મૌનીના કિલર લુક્સ તેના ફોટાને વધારે આકર્ષિત બનાવે છે.
દરેક તસવીરમાં મૌનીનો અંદાજ અને તેનો પોઝ ખૂબ જ અલગ છે. ફેન્સ મૌનીની બ્લૂ ડ્રેસિસમાં નવા ફોટોશૂટની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. ફેન્સ કમેન્ટ સેક્શનમાં મૌની માટે ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.
આ પહેલા ઓલીવ ગ્રીન કલરની શર્ટ અને રિપ્ડ જિંસમાં મૌનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આ લુકમાં તેણે સ્મોકી આઇમેક અપ અને ઓપન હેયરની સાથે પૂરો કર્યો હતો.
મૌનીના કરિયરની વાત કરીએ તો તેણે ટીવી સીરિયલ ક્યોકિ સાસ ભી કભી બહુ થી દ્વારા ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં તે કૃષ્ણાના રોલમાં જોવા મળી હતી. તેણે શો દેવો કે દેવ મહાદેવમાં સતીનું પાત્ર ભજવ્યું હતું. જેના દ્વારા તેને નામના મળી હતી.
ત્યાર બાદ કલર્સના શો નાગિન દ્વારા મૌની ઘર-ઘરમાં જાણીતો ચહેરો બની ગઇ હતી. આ શોની લોકપ્રિયતાને લીધે મૌનીને ફિલ્મ મળી અને તેણે ગોલ્ડ મૂવી દ્વારા ફિલ્મોમાં ડગલું માડ્યું. મૌનીની આવનારી ફિલ્મોની વાત કરીએ તો અભિનેત્રી બોલે ચૂડિયા, મોગુલ અને બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.