તો દોસ્તો તમે જાણતા હશો કે વરસાદ ચાલુ થાય એટલે કુદરત સોળે કાલા એ ખીલે ઉઠે છે એવું લાગે છે ધરતી માતા એ લીલા રંગ ની સાડી પહેરી હોય પણ તમે એ પણ જાણતા હશો કે ચોમાસામાં સૌથી વધારે રોગ ચાળો ફાટી નિકરે છે વરસાદ પહેલા કાળજાર ગરમી પડતી હોય છે અને વરસાદ પડવાની સાથે સમગ્ર પંથક માં ઠંડક પથરાઈ જાય છે વરસાદ પડવાની સાથે મચ્છરનો ઉપદ્રવ વધે છે અને તે સાથે શરદી ઉધરસ અને ઝાડા ઉલ્ટી વગેરે જેવી બીમારી ચાલુ થાય છે આ બીમારી થી બચવા માટે કેટલાક ઉપાય આજે હું તમને બતાવીશ.
ચોમાસાની ઋતુ નો સમય ગુજરાતી મહિના પ્રમાણે જોવા માં આવે તો શ્રાવણ અષાઢ ભાદરવો અને આસો મહિના માં વરસાદ આવે છે તેમાં સૌથી વધારે રોગચાળો ભાદરવા મહિના માં આવે છે જેવું ચોમાસુ ચાલુ થાય એટલે નદી અને તળાવ નું પાણી પીવાનું બંધ કરી દેવું પડે કારણ કે દુષિત પાણી પીવાથી ઝાડા ઉલ્ટી વગેરે થાય છે બને ત્યાં સુધી ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી પીવાનો આગ્રહ રાખવો
ચોમાસામાં થતા રોગો ટાઈફોડ પગમાં ખનજવાર આવવી પેટમાં દુખાવો થવો મલેરિયા ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા રોગો થાય છે તે માટે તમારા ઘરની આજુબાજુ ભરાતા પાણી ના ખાબોચિયા સાફ કરો તે સાથે વરસાદ ના પાણી ભરતી જગ્યા જેવીકે ટાયર ટ્યુબ વગેરે માંથી પાણી બહાર કાઢી નાખવા જેના લીધે મચ્છર નો ઉપદ્રવ થશે નહિ.
ચોમાસાની ઋતુ માં આ આહાર નું સેવન કરવાથી શરીર નું સ્વાસ્થય સાળુ રહે છે જેવા કે આદુ લસણ વગેરે નું સેવન ચાલુ કરવું જોઈએ તેમજ ચોમાસામાં આવતી લીલી શકભાજી જેવેકે કરેલા કાંકોર પરવર વગેરે ને ખાવાથી શરીર માં ઈમ્યૂનિટી વધે છે તેમજ રાત્રે દૂધ હળદર વાળું દૂધ પીવું જોઈએ તેમજ ચોમાસાની અંદર ઝડપથી પાચન થાય તેવા ખોરાક ખાવા જોઈએ.
ચોમાસાની ઋતુ માં બહાર ખુલ્લા માં નસુવું જોઈએ ચોમાસા માં બને ત્યાં સુધી મચ્છર દાનીમાં સુવો અથવા હાથ અને પગ ઠંકાયે તેવા આખી બોય ના કપડાં પહેરો જેથી તમને ડેન્ગ્યુ ચિકનગુનિયા વગેરે ના મચ્છર કરડે નહીં.
ચોમાસાની અંદર બને ત્યાં સુધી વરસાદ ના પાણીથી ન પલરો ચંપલ વગર કાદવ કીચડ માં ન જવું બહારથી ઘરમાં આવતા પહેલા હાથ પગ ને ચોખ્ખા પાણી વડે સાફ કરો માંસ મચ્છી ઘી બટાકા ભીંડા વગેરે ન ખાવા જોઈએ તથા વાસી ખોરાક તેરેલા ખોરાક દારૂ વગેરે નું સેવન ન કરવું જોઈએ નદી તરાવ વગેરેમાં સ્નાન કરવા ન જવું જોઈએ.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા