૨૪ અને ૨૫ ઓગસ્ટે આ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી, વાતાવરણમાં સિસ્ટમ સક્રિય થતા પડી શકે છે ભારે વરસાદ

India Latest News

હવામાન વિભાગ દ્વારા આગામી આવનારા ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં સંભવિત બદલાવ થતા રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૨૪ ઓગસ્ટ પછી રાજ્યના જે વિસ્તારમાં વરસાદની ઘટ છે ત્યાં સારો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના કહેવા મુજબ એક મજબૂત સર્ક્યુલેશન બન્યું હોવાને કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદ પડી શકે છે. તે સિવાય ત્યાંના આજુબાજુના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વરસાદ ખેંચાવાનું કારણ એ છે કે બંગારની ખાડીમાં વરસાદી સિસ્ટમ નબળી પડવાના કારણે વરસાદ ખેંચાઈ રહ્યો હોય તેવું જણાય છે. ૨૪મી ઑગસ્ટ પછી આ સિસ્ટમમાં સુધારો થતા સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના બીજા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

હવામાન વિભાગે આવનારા ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, ડાંગ તથા નવસારીમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વધુ છે. તેમજ સૌરાષ્ટમાં પણ જરૂરિયાત પૂરતો વરસાદ પડી શકે છે. તે સિવાય સૌરાષ્ટના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

આ લો પ્રેશરના કારણે ગુજરાતમાં સવારથી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેના કારણે વાતાવરણમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઘણો ઓછો પડ્યો છે જેથી ખેડૂતો ચિંતિત છે. પરંતુ ખેડૂતે ચિંતા કરવાની જરૂર નથી કારણકે હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે પાછળથી વરસાદ સારો પડવાની સંભાવનાઓ છે. જો પાછળથી પણ વરસાદ પડે તો ખેડૂત મિત્રોનું વર્ષ સુધરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *