રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યા કઈ તારીખે થશે વરસાદ, વિરામ લીધા બાદ ફરી મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.

Uncategorized

વિરામ લીધા બાદ ફરી મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારબાદ વરસાદ ખેંચાયો હતો. પણ હવે સપ્ટેમ્બરની શરૂઆતથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થતા ખેડૂતો સહિત લોકોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને લઇ સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડશે.
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં 4થી 6 સપ્ટેમ્બર સુધી વીજળીના કળાકા-ભળાકા અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાથે જ 6થી 8 સપ્ટેમ્બર તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં 48 કલાક સુધી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, 4 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરા નગર હવેલી સહિત ગુજરાતના અન્ય વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

4 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બરના રોજ દાહોદ, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, દમણ, પંચમહાલ, ગીર-સોમનાથ, જૂનાગાઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બરના રોજ પંચમહાલ, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, દમણ, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

6 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બરના રોજ ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

7 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરૂચ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. (આ સમય ગાળો દિવસના 8:30 કલાકથી બીજા દિવસે સવારે 8:30 સુધી એટલે કે 24 કલાક સુધીનો છે.)

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં ભારતમાં સરેરાશ કરતા વધુ વરસાદ થઇ શકે છે. જૂન મહિનામાં દેશમાં 10% વધુ વરસાદ નોંધાયો હતો. તો ઓગસ્ટમાં 24% ઓછો વરસાદ થયો હતો. આ વર્ષે દેશમાં 96થી 104% વરસાદ થશે.

મહત્ત્વની વાત છે કે, બુધવારે 28 દિવસ બાદ બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતોના પાકને નવું જીવન મળ્યું હતું. બુધવારે સાંજના સમયે વરસાદ થતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી. અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાના કારણે અંબાજી રોડ પર દુકાનોની બહાર મૂકેલા વાહનો પણ પાણીમાં તણાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *