ભૂખ્યા લોકોને જમાડવું એ સૌરાષ્ટ્રના લોકોના લોહીમાં છે એટલા માટે સૌરાષ્ટ્રના દરેક ખૂણામાં અન્નક્ષેત્રો ધમધમે છે આજે આપણે એક એવા સેવાભાવી દાદા વિશે વાત કરવાના છીએ જેમની ઉંમર ૭૨ વર્ષ થઈ તો પણ ભૂખ્યાં લોકોને ભરપેટ જમાડે છે દાદાના ઢાબા માં આવેલો કોઈપણ વ્યક્તિ ભૂખ્યો જતો નથી
બચુભાઈ નારાયણભાઈ પટેલ છેલ્લા ૪૦ વર્ષથી મામૂલી રકમ લઈને ભૂખ્યા લોકોને ભરપેટ જમાડવાનું સેવાભાવી કાર્ય કરે છે મોરબીના મૂળ રંગપુર ગામના વતની છે પણ તે ઘણા વર્ષોથી મોરબીમાં સ્થાયી થયેલા હતા તે મોરબી ની અંદર સુરજબાગ ની દિવાલ એક નાની ઝૂંપડી બનાવીને રહેતા હતા 72 વર્ષના બચુ દાદા ત્યાં જ નાનુ કેબિન અને ટેબલ ખુરશી રાખીને બચુ બાપા ના ઢાબા નામે વર્ષોથી ભૂખ્યા લોકોને જમાડવાનો સેવાભાવી કાર્ય કરી રહ્યા છે આ કાર્યમાં તેમના પત્ની તેમને ખૂબ સાથ આપતા હતા પણ તેમની પત્નીનું અવસાન થયું હતું
જોકે ભોજન કરવા માટે માત્ર 40 રૂપિયાનો ભાવ રાખ્યો છે પણ કોઈ ની જોડે પૈસા ન હોય અને તેનાથી ઓછા આપે કે ન આપી તો પણ તે ખુશ દેખાય છે કોઇ ગરીબ માણસ પૈસા ના આપે તો પણ તેને પ્રેમથી ભરપેટ ભોજન કરાવે છે તેમણે ૪૦ રૂપિયા ભાવ માત્ર શાકભાજી પાંદડા નો ખર્ચ કાઢવા માટે રાખ્યું છે
બચુ દાદા નો ઉદ્દેશ પૈસા કમાવાનું નહીં પણ લોકોની ભૂખ સંતોષવા નો છે બચુ દાદા કહે છે કે ૩૫ વર્ષ પહેલાં તેમને મોરારિબાપુ સાથે મળવાનું થયું હતું ત્યારે મોરારીબાપુએ લોકો નો ઉપયોગ સારું કાર્ય કરવાની શીખ આપી હતી ત્યારથી બચુ દાદા આ સેવાયજ્ઞ ચાલુ કર્યો છે
માત્ર 40 રૂપિયામાં ત્રણ શાક રોટલી દાળ ભાત છાશ પાપડ અને અથાણાં આપે છે આટલી મોંઘવારીમાં પણ બચુ દાદા કોઈપણ જાતનો નફો નુકસાન વિચાર્યા વગર લોકોની ભૂખ સંતોષવા નું કાર્ય કરે છે તેમના આ સેવાભાવી કાર્યને ધન્યવાદ છે આજે બચ્ચું દાદાના ઢાબામાં દરરોજ 60 થી 70 જેટલા લોકો જમવા માટે આવતા હોય છે તેમાંથી ઘણા એવા હોય છે જેમની જોડે પૈસા હોતા નથી પણ દાદાના સ્વભાવને કારણે તેમના ઢાબામાં કોઈ જમ્યા વગર જતું નથી