અમૂક લોકોની એવી ખરાબ ટેવો હોય છે કે કે સવારે ઊઠતાની સાથે જ ખાલી પેટે ચા પીવે છે અને અમુક લોકોની એવી પણ હોય છે કે તે જેવા ઊંઘમાંથી ઊઠે છે એવા જ પોતાનો મોબાઈલ હાથમાં લઈને મચડવા લાગે છે શું તમે ખાલી તે ચા પીવો છો તો તમારું ડાયજેશન સિસ્ટમ નબળી થવા લાગે છે. તેના કારણે એસીડીટી નો પ્રોબ્લેમ પણ થવા લાગે છે તમારું શરીર પણ આળસુ થઇ જાય છે તમારો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે.
૭૦થી ૮૦ ટકા લોકો સવારે ઉઠતાની સાથે પોતાનો મોબાઈલ લઈને જોવા લાગે છે. તેના કારણે આખો દિવસ તમારા સ્વભાવમાં પણ અસર પડે છે. જો સવારે ઉઠતાની સાથે જ તમારી આદતો સારી હસે તો તમારો દિવસ પણ સારો જસે.
તમે સવારે ઉઠો ત્યારે ખાલી પેટે પાણી પીવું જોઈએ જેથી તમારું આખું શરીર ditox થઈ જાય છે. એક દિવસ માં માણસને ૧૫- ૧૬ ગ્લાસ પાણી પીવું જોઈએ. સવારે ઉઠો ત્યારે 2 ગ્લાસ પાણી પીવું જોઈએ પાણી પીવા થી અનેક પ્રકાર ના ફાયદઓ થાય છે. સવારે પાણી પીવા થી તમારું મન અને શરીર સારું રહે છે. બીમારી પણ ઓછી થાય છે. અમૂક લોકો તો દિવસનું 2 – 3 ગ્લાસ પાણી પણ પિતા નથી તેના કારણે તેમના શરીરમાં અનેક પ્રકારની બિમારીઓ થવા લાગે છે.
સૌથી પહેલા તમે નાસ્તા માં ડ્રાયફ્રુટ, જ્યુસ એવો પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ તેનાથી તમારું આખું શરીર ditox થઈ જાય છે. સવારે તમારે નાસ્તામાં કોઈ પણ હેલ્ધી ફ્રૂટ ખાવાની ટેવ રાખવી જોઈએ જેથી તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પોસ્ટિક આહાર મળી રહે. જો આપણું શરીર ફિટ તો આપણે બધું કામ સરરતાથી કરી શકીએ છીએ.