તમે જાણો છો દુનિયાની સૌથી મોંઘી આઈસ્ક્રીમ વિષે? એક કપની કિંમત છે અધધ!

Uncategorized

આઇસક્રીમને જોઈને ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસુ હોય સૌ કોઈની જીભમાં લાર વરવા લાગશે. બાળકો તો ખરાજ પણ વૃદ્ધ લોકોને પણ મોમાં પાણી વારી જશે. તમે બજારમાં જાઓ તો તમને આઈસ્ક્રીમ ની બહુ બધી વેરાયટી જોવા મળી રહેતી હોય છે. તમે બજારમાં તેને ખરીદવા જાઓ તો વધુમાં વધુ કેટલા ખર્ચી શકો સો, બસો , પાંચસો કે વધુમાં એક કે બે હજાર ખર્ચી શકો. સાચી વાતને પણ તમે જાણો છો દુનિયાની સિલેકટેડ સૌથી મોંઘી આઈસ્ક્રીમ વિષે ન જાણતા હોવ તો જાણી લો.

આપણે એ આઈસ્ક્રીમની વાત કરી છે કે તેને ચાખવા માટે લોકો હજારો રૂપિયા ચુકવતા હોય છે.હું તમને જે આઈસ્ક્રીમ વિષે વાત કરી રહ્યો છું તેનું નામ છે બ્લેક ડાયમંડ. તેની એક કપની કિંમતમાં આઈફોન આવી જાય. જાણો આ આઈસ્ક્રીમમાં એવું તો શું છે કે આટલો બધો મોંઘો છે.

આ આઈસ્ક્રીમના એક કપની કિંમત છે 60000 રૂપિયા. કિંમત સંભારીને ઝાટકો તો લાગ્યો હશે. આ આઇસક્રીમને દુબઈના એક કેફેમાં લોન્ચ કરવામાં આવી છે. તે આઇસક્રીમને સોનાથી સજાવામાં આવે છે. તેને દુનિયાની મોંઘી આઈસ્ક્રીમ માનવામાં આવે છે. આ બ્લેક ડાયમંડ આઈસ્ક્રીમમાં વેનીલા આઈસ્ક્રીમની ઉપર ઈરાની કેસર અને કાલા ટ્રફ્લ ની સાથે 23 કેરેટ ખાવાના સોના ને ભભરાવામાં આવ્યું છે.

આ મોંઘી આઈસ્ક્રીમને પીરસવાનો અંદાજ પણ કંઈક અલગ જ છે. આ આઈસ્ક્રીમને એક સુંદર કાળા અને સોનેરી કલરના કપમાં પીરસવામાં આવે છે. તે ખુબ આકર્ષક લાગે છે. ભારતમાં તમારે આટલા રૂપિયામાં એક આઈસ્ક્રીમની દુકાન ખોલવી હોય તો પણ ખોલી શકાય.

દુબઇનું સ્કૂપી કેફે પોતાની રીતે કંઈક અલગ જ રીતે ખાવાનું પીરસવામાં ખુબ જાણીતું છે. બ્લેક ડાયમંડ આઈસ્ક્રીમ સિવાય ત્યાં અલગ અલગ પ્રકારની ચોકલૅટ આઈસ્ક્રીમ અને 23 કેરેટ સોનાના પત્તા વારી કોફી પણ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *