સૃષ્ટિ પર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ થવાનું જ છે તેના માટે ઉપરથી યમરાજ આવી જાય તો પણ તે રોકી શકવાના નથી. જ્યારે કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય તો તે મૃત શરીરને સ્મશાને લઈ જવામાં આવતું હોય છે ત્યારે તેવી પરિસ્થિતિમાં ઘણા લોકો એકત્રિત થતા હોય છે અને શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે તે મૃતદેહને કાંધ આપવાથી પાપ ધોવાય છે. મૃત્યુ પામનારના વ્યક્તિને મોક્ષ મળે છે.
જો તમે કોઈ વ્યક્તિની અંતિમવિધિમાં ગયા હોય અને તમે ધ્યાન દોર્યું હોય કે જે લોકો અંતિમ વિધિમાં ભાગ લે છે તે દરેક લોકો સ્નાન કરે છે. પણ તેવું કરવા પાછળનું કારણ મોટાભાગના લોકો નથી જાણતા. આ નાહવાની વિધિના ધાર્મિક અને વૈજ્ઞાનિક એમ બે રીતે જોવા આવે છે. હિંદુ ધર્મમાં આ પ્રક્રિયા વર્ષોથી ચાલતી આવે છે.
જાણો અંતિમવિધિ પછી કેમ સ્નાન કરવામાં તેના વૈજ્ઞાનિક કારણો.
અંતિમ વિધિ બાદ સ્નાન કરવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો જોડાયેલા છે. કોઈ મૃત વ્યક્તિને અંતિમ સંસ્કાર પહેલા તે મૃત શરીર ઘણો સમય ખુલ્લામાં રહેતો હોય છે તેના કારણે નાના સૂક્ષ્મજીવો અને જંતુઓનો ચેપ લાગતો હોય છે તે સિવાય જે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તે નાના-મોટા રોગોના કારણે થતો હોય છે જેથી જે પણ વ્યક્તિ અંતિમવિધિમાં જોડાય છે તેને ચેપ લાગવાનો ભય રહેતો હોય છે. પણ અંતિમવિધિમાં થી આવ્યા બાદ જો સ્નાન કરવામાં આવે તો તે સૂક્ષ્મ જીવોનો નાશ થઈ જતો હોય છે. અંતિમવિધિ બાદ સ્નાન કરવા પાછળ સૌથી મોટું વૈજ્ઞાનિક કારણ આ જોડાયેલું છે.
જાણો અંતિમ વિધિ પછી કેમ સ્નાન કરવામાં આવે છે તેના ધાર્મિક કારણો.
ધાર્મિક કારણો માં જોવા જઈએ તો એવું માનવામાં આવે છે કે સ્મશાને ગયા પછી તે વાતાવરણમાં આપણું મગજ નકારાત્મક વિચારો તરફ પ્રેરાય છે. જેથી કાચા હૃદયવાળા લોકો નબળા પડી જતા હોય છે. તે જ કારણથી આપણા વડ દાદાઓ પહેલેથી જ સ્ત્રીઓને સ્મશાને નથી જતા કારણકે તેઓ માનસિક રીતે મજબૂત નથી હોતા. એવું માનવામાં આવે છે કે મૃત શરીર અંતિમ વિધિ પછી થોડો સમય ત્યાં રહે છે. માટે અંતિમક્રિયા પછી ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે સ્નાન કરવાનો રિવાજ ચાલતો આવે છે.