મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, મોબાઈલ કન્ટેંટ પૂરા પાડનારી કંપની ગ્લાંસ ઈનમોબીમાં મોટો દાંવ લગાવી શકે છે. માહિતી અનુસાર, આ કંપનીમાં રિલાયન્સ લગભગ ૩૦ કરોડ ડૉલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. આ ડીલ આવતા અમુક અઠવાડિયામાં પૂરી થવાની આશા છે.
ગ્લાંસ ઈનમોબી મોબાઈલ કન્ટેંટ પૂરા પાડનારી ઘરેલૂ કંપની છે. જેમાં ગૂગલની પેરન્ટ કંપની અલ્ફાબેટનું પણ રોકાણ છે. ગ્લાંસ ઈનમોબી ફોનના લોક સ્ક્રીન પર ન્યૂઝ અને એન્ટરટેઇનમેન્ટનું કન્ટેંટ પુશ કરે છે. આ ઉપરાંત શોર્ટ વીડિયો પણ પૂરો પાડે છે.
ડીલની આ ખબર એવા સમયે આવી રહી છે જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પોતાના અર્ફોડેબલ જિયો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. એવી આશા છે કે તહેવારની સીઝનમાં કંપની જિયો સ્માર્ટફોનને લોન્ચ કરી દે. આ સ્માર્ટફોનમાં ગ્લાંસ ઈનમોબીની એન્ટ્રીથી ગ્રાહકોને લુભાવવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. આ કંપનીના શોર્ટ વીડિયોઝને બૂસ્ટ મળી શકે છે. ટિકટોક હોય કે ઈન્સ્ટાગ્રામ રીલ્સ, તેને ખૂબ કંઝ્યૂમ કરવામાં આવી રહી છે. યૂટ્યૂબ શોર્ટ્સના શોર્ટ વીડિયોઝ પણ ખૂબ જોવામાં આવી રહ્યા છે.
કહેવાનો અર્થ છે કે રિલાયન્સના આવનારા સ્માર્ટફોનને બૂસ્ટ આપવામાં આ ડીલની મોટી ભૂમિકા હોઇ શકે છે.આ ખબરના કારણે શેર બજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર પ્રાઈસ ૫૨ અઠવાડિયાના હાઈ લેવલ પર પહોંચી ગયા છે.