પાલનપુર તાલુકાની કુંભાસણ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનો બહુવિધ સમારોહ યોજાયો.

Uncategorized

કુંભાસણ કેળવણી મંડળ સંચાલિત કુંભાસણ હાઇસ્કૂલ ખાતે એક ખાસ સમારોહ યોજાઈ ગયો. આ સમારોહમાં ધોરણ-10 અને 12નાં બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થવા જઇ રહેલાં બાળકોનો દીક્ષાંત સમારંભ, ધો. 1થી 12ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ, વયનિવૃત્તિ વિદાય લઈ રહેલા બે શિક્ષકશ્રીઓ શ્રી લાલસિંહ બી. પરમાર અને શ્રી વિનોદભાઈ બી. રાવળનો વિદાય સમારંભ તથા ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી બનેલ પાણીના ટાંકાની લોકાર્પણ વિધિ એમ અનેકવિધ કાર્યક્રમો યોજાઈ ગયા.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય શ્રી મહેશભાઈ એ. પટેલ, મુખ્ય મહેમાનપદે ડાયેટ, પાલનપુરના પ્રાચાર્યશ્રી ડૉ. મોહનભાઈ નોગસ તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત સદસ્યા શ્રીમતી કમુબેન ડી. અંબાણી અને મોડાસા પ્રાંત અધિકારી શ્રી વદનસિંહ બોડાણા ઉપસ્થિત રહ્યાં.

કેળવણી મંડળના પ્રમુખશ્રી કે. કે. પટેલ તથા મંત્રીશ્રી શિવરામભાઈ પટેલ, કુંભાસણના અનેક ગ્રામ અગ્રણીઓ એવમ અન્ય કારોબારી સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આચાર્યશ્રી દીપકભાઈ જોષી અને એમના સ્ટાફ દ્વારા સુચારુ આયોજન અને અમલીકરણ કરાયાં. કાર્યક્રમના અંતે કુંભાસણ કેળવણી મંડળ સંલગ્ન બાલમંદિર, પ્રાથમિક, માધ્યમિક, ઉ. મા. વિદ્યાલય ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાનાં બાળકોને પણ ભોજન કરાવાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *