અદાણી ગ્રુપે મંગવાર ના દિવસે મુંબઈ એરપોર્ટનું અધિગ્રહણ કરી લીધું છે. મુંબઈ એરપોર્ટ ચલાવનારી કંપની મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ માં અદાણી ગ્રુપ ના ભાગ ૭૪% થઇ ગયો છે. મુંબઈ એરપોર્ટ ને તૈયાર કરનારી અને જુના માલિક GVK ગ્રુપ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાંથી નીકળી ગયા છે.
GVK ગ્રુપ ની આખી ૫૦.૫ % ભાગીદારી અદાણી એન્ટરપ્રાઇઝ ની સબસીડાયરી કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ પોતાના નામે કરી લીધી છે. બચેલા ૨૬% ની ભાગીદારી એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા પાસે રહશે.
મુંબઈ એરપોર્ટ બીજા નંબર નું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે. અહીં ભારત નું લગભગ ત્રીજા ભાગ નું એર ટ્રાફિક હોય છે. જેના અનુસાર હવે આ એરપોર્ટ દેશ ના ૩૩% એર કાર્ગો ટ્રાફિક પણ કંટ્રોલ કરશે.
આ ડેવલપમેન્ટ પર ગૌતમ અદાણીએ ટ્વિટ કરી કહ્યું છે કે વર્લ્ડ ક્લાસ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ માં મેનેજમેન્ટ નું અધિગ્રહણ કરીને ખુબ ખુશી થઇ રહી છે. મુંબઈ એરપોર્ટ ને વધુ આરામદાયી બનાવશે.