તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની બબીતા એટલે કે મુનમુન દત્તાની સ્ટાઈલ લોકોના દિલ પર રાજ કરી રહી છે. પરંતુ તે ઘણા વખત સોશ્યિલ મીડિયામાં પોતાની અંગત લાઈફ લઈને ચર્ચામાં રહે છે. ઘણી વખતે મુનમુન દત્તા ની પોતાની સોશ્યિલ મીડિયા પોસ્ટ ને કારણે ટોલર્સ ના નિશાને આવી જાય છે. ત્યારે ફરી એક વાર એવી જ પોસ્ટ મૂકી છે, જેના કારણે લોકોએ ક્લાસ લેવાનું શરુ કર્યું છે. મુનમુન ને એક ખુલ્લો પત્ર લખીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. આ પત્ર લખતી વખતે તેને એવું કહ્યું કે તે પોતાની જાત ને ભારતની પુત્રી કહેતા શરમ અનુભવે છે.
મુનમુન તેના પત્ર માં લખ્યું છે કે સામાન્ય લોકો માટે તમારા જોડેથી કંઈક સારી અપેક્ષા હતી,એ ગંદકી જે તમે કોમેન્ટ સેકશન માં વરસાવી છે. આ વાંચ્યા પછી એ સાબિત થાય છે કે આપણે એવા શિક્ષિત છીએ જે એક સમાજ ના ભાગ છીએ જે નીચે પડી રહ્યો છે. હું છેલ્લા ૧૩ વર્ષથી લોકોનું મનોરંજન કરું છું. પરંતુ મારા સન્માનને ઠેસ પહોંચાડવામાં લોકોને ૧૩ મિનિટનો સમય લાગ્યો નહીં.
મીડિયા અને ઝીરો વિશ્વસનીયતા વાળા પત્રકાર. તમને કોઈની અંગત જિંદગી વિશેની કાલ્પનિક વસ્તુઓ છાપવાની સ્વતંત્રતા કોણે આપી છે. તે પણ તેમની મંજૂરી વગર? શું તમારા આવા વર્તનથી સામેવાળા વ્યક્તિની છબીને નુકસાન થાય છે તે માટે તમે જવાબદાર હશો? આ કારણે તમે તેમની જિંદગીમાં આવનારા તોફાનની જવાબદારી લઇ શકો છી? જો નથી લઈ શકતા તો તમને શરમ આવવી જોઈએ.