આપણા દેશમાં અલગ અલગ દેવી દેવતા ના ઘણા મંદિર આવેલા છે.તે દરેક મંદિરને પોતાની અલગ ઓરખાંણ ધરાવે છે.હિન્દૂ ધર્મમાં મંદિરને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.મંદિર હજારો લોકો આવે છે અને પોતાના સુખ દુઃખની રજુઆત દેવી દેવતા આગળ મુકતા હોય છે.આપણા દેશમાં ઘણા પ્રાચીન મંદિર આવેલા છે.તે મંદિરમાં થતા ચમત્કાર થી આજે વૈજ્ઞાન પણ હેરાન છે.મંદિરમાં થતા ચમત્કાર જોઈને ઘણા લોકોને વિશ્વાસ થતો નથી પણ તે હકીકત હોય છે.જેમ મનુષ્ય ભગવાને પૂજે તેમ પશુ પંખી પણ ભગવાને પૂજતા હોય છે.આજે હું તમને એક એવા મંદિર વિશે માહિતી આપીશ જ્યાં નાગદેવ આવીને મહાદેવ ની પૂજા કરે છે.
તો મિત્રો તમને બધા એક વાત જાણતા હશો કે ભગવાન શિવના ગળાના ભાગમાં એક સાપ વીટરાયેલો હોય છે .હિન્દૂ ધર્મ સાપ ને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે સાપને પૂજવામાં પણ આવે છે.ભગવાન કૃષ્ણ ની યમુના નદીમાં એક નાગે તેમની રક્ષા કરી હતી.ભગવાનો સાપ સાથેનો સબંધ ખુબ મહત્વ પૂર્ણ છે.
આજે હું તમને એક એવા વર્ષો જુના મંદિર વિશે બતાવીશ જ્યાં મંદિરની અંદર પાછલા ૧૫ વર્ષથી એક સાપ આવીને ભગવાન શિવની પૂજા કરે છે.આ જોઈને તમને વિશ્વાસ નહીં થાય પણ આ એક સાચી ઘટના છે.આ મંદિરમાં હજારો ભક્તો આવે છે અને ભગવાન શિવ અને નાગ દેવતના દર્શન કરીને ધન્યતા નો અનુભવ કરે છે.
આ પ્રચીન મંદિરમાં સાપ દરરોજ આવે છે અને મહાદેવની પૂજા કરે છે.આ ઘટના જોઈને લોકોના પગ નીચે થી જમીન સરકી જાય છે.ત્યાંના લોકો ના કહેવા પ્રમાણે સાપ દરરોજ સવારે આવે છે અને સાંજ પડે જતો રહે છે.સાપ મંદિરમાં આવીને શિવલિંગ ની નજીક બેસી જાય છે.આ સાપ અહીં આવનાર કોઈ ભક્ત ને નુકશાન પહોંચાડતો નથી.સાપ મંદિરમાં આવે ત્યારે મંદિર ના દરવાજા બંધ કરી દેવામાં આવે છે.આ ચમત્કાર જોઈને લોકો દૂર દૂર થી મંદિરમાં આવે છે.