વાળનો ગ્રોથ, વાળ ઉતરવા, ગ્રોથ ઓછો થવું વાર સાથે જોડાયેલી ઘણી બધી તકલીફો ચિંતાનું કારણ બની જતી હોય છે. તેમાંથી છુટકારો મેળવવા મોઘી મોંઘી પ્રોડક્ટ્સ અને નવી નવી ટ્રીટમેન્ટ શરૂ થઈ જતી હોય છે. ખાસકરીને સમય કરતાં પહેલાં વાળ સફેદ થવા લાગે તો દરેક લોકો ચિંતામાં મુકાઈ જતા હોય છે.
તેવામાં લોકો નવા નવા વિકલ્પો શોધતાં હોય છે. પરંતુ તેના પહેલા ઘરમાં રહેલા નુસ્કા અપનાવી જુઓ. તેમાં પણ ખાસ કરીને ગોળનો ઉપાય કરી જુઓ. આમ પણ ગોળ ઘણી બધી તકલીફો માં રાહત આપતી હોય છે. વાળ માટે સાચી રીતે ગોળનો ઉપયોગ કરવામાં આવે તો તે વાળને કાળા રાખવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે.
ગોળ અને મેથી
મેથી નામ સાંભળીને મોટાભાગના લોકોનો મૂળ ઉતરી જતો હોય છે પણ મેથી વાળ માટે ખૂબ ફાયદાકારક છે અને તેનો ગોળ સાથે ઉપયોગ કરવાથી તેનો લાભ ડબલ થઈ જતો હોય છે. તેના માટે ખાસ મહેનત કરવાની પણ જરૂર નથી. તમારે ફક્ત મેથીનો પાવડર બનાવીને રાખવાનો છે.
એક નિયમ બનાવી લેવાનો કે તમારે સવારે સૌથી પહેલા મેથીના પાવડર સાથે ગોળનું સેવન કરવાનું છે. આ ઉપાય નિયમિત પણે અજમાવવાનો છે. તેનાથી વાળ મજબૂત બને છે અને લંબાઈ વધારો થાય છે. આમ કરવાથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે અને સમય કરતા પહેલા સફેદ થતાં નથી.