એક સમય એવો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોઈ ઓળખતું ન હતું. પછી તેઓ ગુજરાત મુખ્યમંત્રી બન્યા, તે પછી તેઓ તેમના કામના કારણે પુરા ભારતમાં વાહવાહી થઈ. ત્યારબાદ તેઓ વડાપ્રધાન બન્યા અને પોતાના દેશમાં જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં ખૂબ નામના અને ચાહક વર્ગ મેળવ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાની એક ડાટા ફર્મને તેના સર્વેમાં વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને સ્વીકારનાર રાજનેતા માન્યા છે. દુનિયાભરના રાજકીય નેતાઓ પર નજર રાખવા વાળી કંપની મોર્નિંગ કન્સલ્ટન્ટ ને તેમના સર્વેમાં બતાવ્યું છે કે ૭૫ ટકા લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉપર ભરોસો રાખે છે. તેમજ ૨૦ ટકા લોકોએ તેમને સ્વીકાર્ય નથી. કુલ મિલાવીને ૫૫ ટકા લોકોનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના પસંદિતા નેતા છે. આ સર્વે ફ્રાંસ અમેરિકા જાપાન એમ કુલ મિલાવીને ૧૩ લોકતાંત્રિક દેશોમાં કરવામાં આવ્યું છે.
સર્વે અનુસાર, બીજા નંબર પર જર્મનના ચાન્સેલર અંજેલા માર્કેલ રહ્યા છે. તેમને ૨૪ ટકા લોકો સમર્થન મળ્યું છે. તેમજ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસન ને તેમના કામકાજના કારણે તેમની લોકોએ નકાર્યા છે અને તેમને ઓછું સમર્થન પ્રાપ્ત થયું છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આણી જાણકારી આપતા કહ્યું કે, પીએમ મોદીના સક્ષમ નેતૃત્વની આ સાબિતી છે. આને ભારતીયો માટે ની ગૌરવની વાત કહેવાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની વિપરીત પરિસ્થિતિઓમાં પણ અસરકારક નેતૃત્વ કર્યું છે.
આવી ચુનોતીપૂર્વક પરિસ્થિતિમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતાઓમાં નંબર વન ગણવામાં આવ્યા છે. આના પહેલા ગયા વર્ષમાં એપ્રિલમાં સ્વીઝરલેન્ડ નું પોલિંગ સંગઠન ગૌલપ ઇન્ટરનેશનલ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલ સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતના 91% જનતા માન્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર કોરોના મહામારીમાં સારુ કામ કરી રહી છે.