આપણા દેશની અંદર કંઈક ના કંઈક વિશેષતા જોવા મરતી હોય છે. એમાં પણ ખાસ મંદિરો ની વાત જ કંઈક જુદી હોય છે. ભારત ભૂમિ એ દેવી દેવતાઓના ભૂમિ થી ઓરખાતો દેશ છે. દેશની કોઈ પણ જગ્યા એ જાઓ ત્યાં તમને ભગવાને આપેલા પરચા જોવા જરૂર મરશે. તેવું જ તમને બનાસકાંઠા માં આવેલ ચમત્કારી હનુમાન મંદિર વિષે જાણો.
આ મંદિર બનાસકાંઠા ના લાખની તાલુકાના ગેળા ગામે ઐતીહાસીક હનુમાનદાદા નું મંદિર આવેલું છે. હનુમાન દાદા નું મંદિર દરેક ગામમાં હોય છે પણ ગેળા ગામ ના આ મંદિર ની વિશેષતા જુદી છે. આ મંદિર ની પ્રતિષ્ઠા અંદાજિત ૭૦૦ વર્ષ પહેલા થયેલી પણ ત્યાં મંદિરનું નિર્માણ નથી ત્યાં ફક્ત એક ખીજડા ના ઝાડ નીચે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. દાદાનું મંદિર બનાવવા માટે દાદા રજા મારતી નથી પરંતુ ભક્તો ત્યાં દાદાની ખુબ સેવા કરે છે.
ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે હનુમાન દાદા નો એટલો બધો પરચો છે કે શરૂઆત થી જ દાદા ને શ્રીફળ ચડતા પણ એકવાર ત્યાં ના પૂજારી એ શ્રીફળ વધેરી દીધા એમને એમ કે બઘડી જશે એટલે તેમને બાળકો ને વહેંચી દીધા. તે પછીની રાત્રે ઊંગમાં હનુમાનજી એ તેમને હેરાન કર્યા ને કહ્યું કે કેમ શ્રીફળ વધેરી દીધા તે પછી સવારમાં આવીને જેટલા શ્રીફળ વધેર્યાં હતા તેનાથી ડબલ મૂકી ને દાદા ને કીધું કે જે તમને આખું શ્રીફળ મૂકી દે તેને ખરાબ ના થવા દેતા. અહીંયા જેની જેવી બધા હોય તે રીતે શ્રીફળ ચડતા હોય છે કોઈ ની આખાની તો કોઈની વધેરવાની હોય છે મોટા ભાગે આખા નારિયેળ ની જ હોય છે. જે કોઈ ભક્ત ની જે મનોકામના હોય તે પુરી થતી હોય છે તેમ કહેવાય છે.
એટલા માટે આ જગ્યાએ શ્રીફળ નો મોટો ડુંગર બની ગયો છે. દાદા ના ધામ ની ખાસ વાત એ છે કે ત્યાં એક શ્રીફળ બગડતું નથી. આમ તો થોડાક દિવસ એટલે કે અઠવાડિયાની અંદર શ્રીફળ બગડી જાય છે. ત્યાં કોઈ જાત ની શ્રીફળ ની વાસ નથી મારતી. આ એક દાદા પ્રત્યે શ્રદ્ધા નું સરસ ઉદાહરણ છે.આ મંદિર દ્વારા એક ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. ત્યાં અંદાજિત એક હજાર આસપાસ ગાયો હશે તેનું સંપૂર્ણ સંચાલન ગેળા હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં માં આવે છે. મંદિરની અંદર આવતી આવક દ્વારા ગાયો નું ભારણ પોષણ પૂરું પાડવામાં આવે છે. ગૌશાળા માં એક દિવસનો ખર્ચ અંદાજિત ૭૦,૦૦૦ જેવો થાય છે. જો તમે ના ગયા હોય તો એકવાર જઈ આવજો એક અદભુત વાતાવરણ છે.