સરહદી વિસ્તારમાં કેનાલમાં સિંચાઈ ના પાણી એકત્રીસ માચૅ સુધી સરકારે જાહેરાત કરતા ખેડૂતો એપ્રીલ માસ સુધી સિંચાઈ નું પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે
ભાભર ના કારેલાં ગામ ની કારેલાં માઈનોર કેનાલ માં શિયાળામાં અપૂરતું પાણી મળતાં એરંડા ધઉં નો પાક નિષ્ફળ જતાં ખેડૂતો ની મુશ્કેલી માં વધારો થયો છે પાણી ના અભાવે ખેડૂતો એ મોંધા ભાવ ના ખાતર બીયારણ ટ્રેક્ટર ની ખેડ નો ખચૅ માથે પડતાં ખેડૂતો નાસીપાસ થઈ ગયા ઉનાળા ની શરૂઆત થતાં પશુધન માટે ધાસચારો પશુ ને પીવા કેનાલમાં એપ્રિલ માસ ના આખરી તારીખ સુધી પાણી આપવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી રહ્યા છે કારેલાં માઈનોર કેનાલ કોરીધાકોર પડી છે આ કેનાલમાં સાફસફાઈ નો અભાવ સાથે કેનાલ તુટેલી હાલતમાં જોવા મળી હતી જાણ આ કેનાલ બનાવવા ખાતર બનાવી છે કે ખેડૂતો ની સુખાકારી માટે તે પણ એક પ્રશ્ન છે