બનાસકાંઠા માં કેનાલ માં 15 તારીખે પાણી બંધ કરવાનો પરિપત્ર થતા બનાસકાંઠા સરહદી વિસ્તાર ના ખેડૂતો માં ફફડાટ ફેલાયો હતો એક બાજુ વીજ કાપ અને બીજી બાજુ કેનાલ માં પાણી બંધ થવાની વિગતો સામે આવતા ખેડૂતો મુંજવણ માં મુકાયા હતા પણ આખર સરકારે 31 તારીખ સુધી પાણી આપવાનો નિર્ણય થતા ખેડૂતો માં ખુશી નો માહોલ બન્યો છે કારણ ખેતી માટે જરૂરી પાણી હતું એ જ પાણી મળવાની આશા બધાઈ છે બનાસકાંઠા ની મુલાકાતે આવેલા સી.એમ ને ભાભર ખાતે રજુઆત થઈ હતી જે બાબત ને લઈ ખેડૂતો માટે સરકારે સ્વેદના દર્શાવી વધુ 15 દિવસ પાણી આપવનો નિર્ણય લીધી છે જે ખેતી માટે આશીર્વાદ રૂપ સમાન સાબિત થશે.આ બાબત એ પણ છે વાવ થરાદ સુઇગામ અને લાખણી ની અનેક કેનાલ હજુ પણ કોરિધાકોર છે ત્યારે સરકારે સત્વરે આ કેનાલ માં પાણી પહોંચાડે એ સમય અને ખેડુતો ની માંગ છે