રાજ્યના બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતો અમીરગઢ નેશનલ હાઈવે ફરી એક વખત ગોઝારો પુરવાર થયો છે. ટાયરમાં પંચર પડતા રસ્તાની સાઈડમાં પાર્ક ટ્રક પાછળ કાર ધડાકા સાથે ઘુસી જતા જીવલેણ અકસ્માત થયો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે ત્રણ વ્યક્તિઓ ગંભીર હોવાના માહિતી છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલું છે. અમીરગઢ નેશનલ હાઈવે પર આરાસુરી સર્કલ પાસે સાંજના સમયે આ ઘટના બની હતી.
ટાયરમાં પંચર થતા ટ્રક રસ્તાની સાઈડ પર પાર્ક હતો. એ સમયે રાજસ્થાન તરફથી ગુજરાત બાજુ સ્પીડમાં આવતી કારે ટ્રકને પાછળથી ટક્કર મારી દીધી હતી. કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ધડાકા સાથે અથડાયેલી કારનો કુડચો બોલી ગયો હતો. આ કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓ માંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે બીજા ત્રણ વ્યક્તિની સ્થિતિ ગંભીર છે.
આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સાતેક જેટલા પ્રવાસીઓને પણ ગંભીર ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા બોર્ડર પાસે રહેલી રાજસ્થાન પોલીસ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયી હતી. ગુજરાત પોલીસે પણ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તમામ ઈજાગ્રસ્તને બસમાંથી કાઢીને સારવાર માટે ખસેડાયા હતા.
નેશનલ હાઈવે પર પાર્ક કરાતા ટ્રક અવારનવાર અકસ્માત પાછળનું કારણ બની રહી છે. આવી જ ઘટના અમીરગઢ હાઈવે પર બની હતી.