મોટા ભાગે આપણા ચેહરા ઉપર ત્રણ પ્રકારના પીપલ્સ જોવા મળે છે તેમાં સફેદ રંગ ના કાળારંગ ના અને લાલ રંગ ના દાગ જેવા પીપલ્સ હોય છે જે આપણા ચેહરાની સુંદરતા બગાડે છે મોટાભગના છોકરા છોકરીયો ની પુક્ત ઉંમર થાય ત્યારે ખીલ ની સમસ્યા ચાલુ થતી હોય છે તે માટે જવાબદાર છે આપણી લાઇફસ્ટાઇલ અત્યારના સમય માં લોકો એ ઘરનું ખાવાનું ઓછું અને બહારના મસાલેદાર ખાવાનું વધુ પસંદ કરે છે અને આ બધું ઓઇલ વારા જંકફૂડ ખાવાથી થાય છે આ બધા થી છુટકારો પામવા માટે બજારમાં મોંઘી પોડકટ મળતી હોય છે પણ આજે હું તમને એવી માહિતી આપીશ જે તમારા પૈસા પણ બચાવશે અને ચહેરા પરના ખીલ પણ દૂર કરશે
એલોવેરા જેલ
એલોવેરાના જેલ ના ઘણા આયુર્વેદ ફાયદા પણ છે તે આપણા શરીર ત્વચા માટે ખુબજ ફાયદાકારક છે તેનાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બને છે તેનામાટે તમારે દરરોજ એલોવેરા જ્યુસ પીવો ફાયદાકારક છે અથવા તો એલોવેરા જેલ ને ચહેરા પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી હરલા હાથે માલિશ કરો તે કર્યા પછી મોં ને પાણી થી સાફ કરો આમ થોડા દિવસ કરવાથી તમારા ચહેરા પર ના ખીલ દૂર થશે સાથે સાથે તમારી ત્વચા ચમકદાર થતી જશે.
તુલસીપાન
તુલસીના પત્તાં ત્વચા માં ઓઇલ ગ્રથિઓને ને કંટ્રોલ કરે છે .તે ખુબ લાભદાયક છે ખાસ ત્વચા માટે આંટી બેક્ટેરિયલ અનેએન્ટી ફંગસ હોય છે જે ચેરા પર દાગ અને ખીલ દૂર કરવામાં મદદ કરે છે.ખીલ જેવી સમસ્યાઓ થવા દેતી નથી. તુલીસી ના ૧૦ = ૧૨ પત્તા લો તુલસી દરેક ના ગરેમળી રહે છે. તેને ખલ માં વાટી નાખો અને તેમાં જરૂરિયાત મુજબ પાણી નાખો. તેને બરાબર મીક્સસ કરી પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો. તેને પોતાની સ્કિન પર રહેવા દો. પાંચ એક મિનિટ પછી ચોખ્ખા પાણી થી ધોઈ નાખો. આ ટિપ્સ અઠવાડિયા માં ૩ – ૪ વાર કરો. જેટલા પણ ચહેરા પણ ખીલ કે ખીલ દાગ હશે તે બધા આ ઉપાય થી દૂર થશે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.