નવા વર્ષના ના પ્રથમ દિવસે PM મોદીએ ખેડૂતોને આજે કિસાન સન્માન નિધિ યોજનાનો દસમો હપ્તો જાહેર કર્યો છે. આ સરકારના અર્થયુક મદદથી નવા પાક માટે બિયારણ અને સિંચાઈ ખરીદવામાં ખુબ ઉપયોગી થશે. PM મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૦મોં હપ્તો જાહેર કર્યો. આજે ૧૪ કરોડની ઈક્વિટી ગ્રાન્ટ પણ જાહેર કરાઈ. આનાથી ૧.૨૪ લાખ ખેડૂતોને ડાયરેક્ટ ફાયદો થશે.
પ્રધાન મંત્રીએ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી ૧૦ કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના એકાઉન્ટમાં ૨૦,૦૦૦ હજાર કરોડથી વધુ રકમ જમા કરવી છે. આ સાથે PM મોદીએ આશરે ૩૫૧ ખેડૂતો ઉત્પાદક સંસ્થાઓને ૧૪ કરોડથી વધુ ઈક્વિટી ગ્રાન્ટ ટ્રાન્સફર કરી હતી. આ ગ્રાન્ટથી ખેડૂતોને ફાયદો થશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આમ તમને ૨૦૦૦ રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે. અત્યારે હાલ સુધી આશરે ૧૧.૩૭ ખેડૂતોને લાભ મળ્યો છે.