સાલ 2022ની પહેલી એકાદશી ગુરુવારના દિવસે છે આ એકાદશી ખૂબ મહત્વપૂર્ણ એકાદશી છે બધી એકાદશીનું મહત્વ સ્કંધ પુરાણમાં બતાવવામાં આવ્યું છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે આ વ્રત રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે જે લોકોને સંતાન ન હોય તેમને પુત્રદા એકાદશીનું વ્રત રાખવું જોઇએ સંતાન પ્રાપ્તિ માટી આ વ્રત ખૂબ ફાયદાકારક રહે છે એકાદશીના દિવસે વ્રત રાખવાથી તમારા ધારેલા દરેક કાર્યો પૂર્ણ થતા હોય છે
ગુરુવારના દિવસે આવતી વર્ષની પહેલી એકાદશીનું ખુબ મહત્વ રહેલું છે આ એકાદશીના દેવતા શ્રી હરિ નારાયણ છે ગુરુવારના દિવસે પુત્રદા એકાદશી આવતી હોવાથી ગુરુ ગ્રહની પૂજા કરવી જોઈએ એકાદશીના દિવસે સવારમાં વહેલા ઊઠવું જોઈએ સવારમાં ઉઠીને ઘરના મુખ્ય દ્વારની સાફ-સફાઈ કરીને દ્વાર ઉપર આસોપાલવનું તોરણ લગાવવું જોઈએ ત્યારબાદ સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા બાદ પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ
એકાદશીના દિવસે સવારમાં બે ઘીના દીવા ઘરની પૂર્વ દિશામાં પ્રગટાવવા જોઈએ પૂર્વ દિશામાં દીવો પ્રગટાવવાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ દિવાને જમીન ઉપર મૂકવો જોઇએ નહીં દીવાને ચોખાની નાની ઢગલી કરી તેની ઉપર મુકવો જોઈએ આ દિવસે દીપદાન કરવાનું ખુબ મહત્વ રહેલું છે દીપ દાન કરવું એટલે દીપ સળગાવીને તેને યોગ્ય સ્થાન ઉપર મૂકવો વિશેષ રૂપે દીવાને નદીમાં તરતો મૂકવો કે દેવસ્થાન ઉપર મુકવો તેને દીપદાન કહેવામાં આવે છે