નવું વર્ષ શરૂ થવાના થોડા દિવસો બાકી રહ્યા છે તેવામાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે નવું વર્ષ તેમના માટે ખુશીઓથી ભરેલું રહે ઘરમાં સુખ શાંતિ અને માતા લક્ષ્મીની કૃપા બની રહે
નવા વર્ષની શરૂઆત સારા કાર્યોથી કરવી જોઈએ જેનાથી આખું વર્ષ આનંદમય રીતે પસાર થાય નવા વર્ષના પ્રથમ દિવસે ઘણા લોકો મંદિરમાં જઈને પૂજાપાઠ દાન-પુણ્યના કામ કરતા હોય છે જ્યોતિષશાસ્ત્રમાં બતાવવામાં આવેલા કેટલાક ઉપાય નવા વર્ષના પ્રથમ દિવસે કરવાથી આર્થિક તંગી દૂર થાય છે માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે
માતા લક્ષ્મીને હિન્દુ ધર્મમાં ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો મંદિરમાં જઈને પૂજા પાઠ કરતા હોય છે એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીની વિધિ-વિધાન દ્વારા પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી નવા વર્ષના પ્રથમ દિવસે ઘરમાં માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ માતા લક્ષ્મીના પ્રસન્ન થવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે
એવું કહેવામાં આવે છે કે આખા વર્ષ દરમિયાન માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે પોતાના પાકીટમાં માતા લક્ષ્મીનો એક ફોટો રાખવો જોઈએ માતા લક્ષ્મીનો ફોટો રાખવાથી આર્થિક તંગીમાંથી છુટકારો મળે છે તેમજ દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે
નવા વર્ષના પ્રથમ દિવસે પીપળાના પાન ઉપર સ્વસ્તિક બનાવીને તેને પર્સ કે ઘરની તિજોરીમાં રાખવાથી ધનલાભ થાય છે એવું કહેવામાં આવે છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ રહેલો છે પીપળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવા વર્ષના પ્રથમ દિવસે એક કાગળ ઉપર પોતાની ઈચ્છા લખીને ઘરના મંદિરમાં મૂકી દેવી જોઈએ ત્યાર પછી તેની નિયમિત રૂપે પૂજા પાઠ કરવો જોઈએ આવું કરવાથી તમારી મનોકામના ખૂબ ઝડપી પૂર્ણ થશે
નવા વર્ષના પ્રથમ દિવસની શરૂઆત માતા-પિતાના આશીર્વાદ સાથે કરવી જોઈએ તે દિવસે માતા-પિતા જે પૈસા આપે તેને ખર્ચ કરવા જોઇએ નહીં આ પૈસા ને માતા-પિતાના આશિર્વાદ સમજીને પર્સમાં રાખવા જોઈએ