મુખ્યમંત્રી તેમના અલગ-અલગ કાર્યક્રમોમાં જે હળવા નિવેદનો કરે છે તે નિવેદનને લઇને તેઓ ઘણી વખત ચર્ચામાં આવે છે. ત્યારે તેમને તાપી ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમના એક નિવેદન કર્યું હતું તેને લઇને ફરી એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચર્ચામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, મારો સ્વભાવ થોડો ઠંડો છે, ૨૦-૨૦ રમવા વાળો હું નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સવારે પાટીલ સાહેબ અને હું બંને ભેગા થયા ત્યારે મેં કહ્યું કે સાહેબ તમને ગૂડ મોર્નિંગ કહું કે બીજું કઈ કહું. સાહેબ મને કહે કેમ આવું પૂછો છો. તેમના પ્રવાસનો કાર્યક્રમ સાંભળીયે ત્યારે એમ થાય કે આટલું બધું કામ કરવું પડે. એ કામ કરવાની તેમની તાકાત છે. તેમની પાસે નિયમ બદ્ધ કામ થાય છે. કોઈ પહેલા મળી આવે અને તેનું નામ બીજા દિવસે જાહેર થાય તેવું કઈ નથી. જે કામ કરશે તે ક્યાય વંચિત નહીં રહે. ખૂબ જ સારી રીતે તેઓ આપણ સૌને પ્રોત્સાહીત શકે છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, કાલે રાત્રે ૧૨.૩૦ અમે સાથે હતા અને હું તો ખાઈને સુઈ ગયો હશું પણ તેમને ત્યારે બધું લેશન કર્યું હતું. આવતી કાલે કોની પાસે શું-શું કામ લેવાનું છે અને શું-શું કામ મોકલવાનું છે. આ બે વિષય તેમની પાસે તૈયાર હોય. તેમા મારે તો ખાસ તૈયાર રહેવું પડે. હું તો કહું પણ છું કે, મારો સ્વભાવ થોડો ઠંડો છે, 20-20 રમવા વાળો હું નથી. પણ કાર્યકર્તાઓની કોઈ પણ મુશ્કેલી મને ખબર છે. કારણ કે, તમારા ત્યાં બેસેલો માણસ આજે મુખ્યમંત્રી તરીકે બેઠો છે એટલે તમને કોઈ મુશ્કેલી પડશે નહીં. તમને શું-શું મુશ્કેલી પડે છે, ક્યા રહી જવાય અને કેવી રીતે રહી જવાય તે કશું નહીં થવા દઈએ આપણે. બધા કાર્યકર્તા હોય એટલે બધાને ક્યાંકને ક્યાંક પોતા માટેની દોડ હોય.
વિકાસના કામોમાં આદિવાસી પટ્ટામાં બીજા બધા જિલ્લામાં જે કામ થયું છે તે બધી સગવડ હવે આદિવાસી પટ્ટામાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે કોઈ પણ રીતે આદિવાસી જિલ્લો પાછો ન પડે તેના માટેના મારા પ્રયાસો છે. તેમાં શિક્ષણ હોય, રોડ હોય, લાઈટ, પાણી, કૃષિક્ષેત્ર અને શિક્ષણની વ્યવસ્થા હોય તે બધી સુવિધા મળી રહેશે.